કોરોના અપડેટ:સાંપાના આધેડ કોરોના સંક્રમિત થતાં સમગ્ર વિસ્તાર માઇક્રોકન્ટેન્ટમેન્ટ ઝોનમાં મૂકાયો

ગોધરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટ્રાવેલ્સમાં હરિદ્વાર ગયેલા દંપત્તિ પૈકી પતિ સંક્રમિત
  • આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લેવાની કામગીરી શરૂ

પંચમહાલમાં બીજી લહેર ધાતક બનતાં જિલ્લામાં 2 અોગષ્ટે છેલ્લો કેસ નોંધાયો ત્યારે કોરોના કુલ 9611 કેસ નોંધાયા હતા. તહેવારોની વણઝાર ચાલુ થતા લોકો લોકો માસ્ક અને સોસિયલ ડીસ્ટન્સની પરવા કર્યા વગર તહેવાર ઉજવવામાં મસ્ત બન્યા હતા. દિવાળીમાં લોકોના ટોળાં બહાર ફરવા જતાં કોરોનાની દહેશત વચ્ચે સાંપા ગામના વૃધ્ધ દંપત્તિ દંપત્તિ ટ્રાવેલ્સમાં હરિદ્વાર ગયા અને પરત ફરતા અાધેડ પતિની તબીયત લથડતાં કોરોના ટેસ્ટ કરાવતાં શુક્રવારે કોરોના રીપોર્ટ પોઝીટીવ અાવતા અાધેડને સિવિલની કોવિડ વોર્ડમાં દાખલ કર્યો હતો. જેથી અારોગ્ય વિભાગ દોડયુ હતુ.

સાંપા પહોચી અાધેડના સંપર્કમાં અાવેલા લોકોના કોન્ટેકટ લીસ્ટ બનાવ્યા હતા. 14 લોકોના કોરોનાના ટેસ્ટ કર્યા હતા. સાંપા ગ્રામ્ય વિસ્તાર હોવાથી વિસ્તારમા અાવતા મકાનોને માઇક્રોકંટેન્ટમેન્ટ ઝોનમાં મુક્યા હોવાનું જાણવા મળી રહ્યુ છે. જ્યારે બીજી બાજુ તહેવાર દરમ્યાન મોટી સંખ્યામાં લોકો બહાર ફરવા ગયા હોવાથી અારોગ્ય વિભાગે કોરોના ટેસ્ટની સંખ્યા વધારી દીધી છે. જ્યારે જિલ્લામાં શનિવારે 9954 લોકો કોરોનાની રસી મુકાવતાં જિલ્લામાં બંને ડોઝનું કુલ રસીકરણ 18,36,403 થયું છે. જેમાં પ્રથમ ડોઝ લેનાર 11,13,831 લોકો અને બીજો ડોઝ લેનાર 7,22,572 વ્યક્તિઅો છે.

માહિલાપાડમાં ઘરે ઘરે વેક્સિનેશનની દસ્તક
​​​​​​​લુણાવાડા. કોવિડ વેકસીનેશન અંતર્ગત પહેલા અને બીજા ડોઝનું કવરેજ વધારવા કેન્દ્ર સરકાર દ્વારા હર ઘર દસ્તક કેમ્પેઇન શરૂ કર્યું છે. આ કેમ્પેઇનને વેગવંતુ બનાવતા માહિલાપાડ ગામે રાજ્યમંત્રી નીમીષાબેન સુથાર અને આરોગ્યની ટીમે ઘરે ઘરે વેકસીનેશનની દસ્તક દીધી હતી. ગ્રામજનો વેકસીનેશન કરાવ્યું હતું. વેકસીનનો બે ડોઝ લેનાર ગ્રામજનોએ સ્વાનુભવ જણાવી અન્યને પ્રેરિત કર્યા હતા. વેકસીનેશનનો ડોઝ લેનાર લાભાર્થીઓને ઉપસ્થિતોના હસ્તે વેકસીનેશન પ્રમાણપત્ર આપ્યું હતું. ડો. નરેન્દ્ર ગોંસાઈ, ડો.પંકજ દામા, આરોગ્યની ટીમ આશાવર્કર બહેનો, અગ્રણીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...