તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલો:ખેતરમાં પાણી મૂકવાની અદાવતે મોટા ભાઇના પરિવારનો ભાઇ પર જ હુમલો

ગોધરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગોધરાના મોર ડુંગરા ગામની નવી વસાહતનો બનાવ
  • નાનાભાઇની પત્નીએ ગોધરા તાલુકા મથકે ફરિયાદ નોંધાવી

ગોધરાના મોર ડુંગરા ગામે આવેલી નવી વસાહત ખાતે રહેતા કિશોરભાઈ બારિયાની ગામમાં જ જમીન છે. જેમાં તેમના ભાઈ વચ્ચે જમીનની વહેંચણી કરેલી છે, જેમાં એક કૂવો આવેલો છે, જેનો ઉપયોગ ત્રણ ભાઈઓ વચ્ચે કરાય છે, ત્યારે બુધવારે રાત્રીના ત્રણેક વાગ્યાના અરસામાં કિશોરભાઈ અને તેમના પત્ની કુસુમબેન ખેતરમાં સહિયારા કૂવામાંથી પાણી આપી રહ્યા હતા, તે સમયે કિશોરભાઈના મોટાભાઈ કેવલસિંહ લાકડી લઈને આવ્યા હતા, અને જણાવ્યું હતું કે તમે પાણી કેમ મૂકો છો? જેને લઇને કિશોરભાઇએ જણાવ્યું હતું કે તમે કાલે તમારા ખેતરમાં પાણી મૂક્યું હતું આજે મારો વારો છે.

જેને લઇને કેવલસિંહે ઉશ્કેરાઈને કિશોરસિંહને અપશબ્દો બોલ્યા. જેની ના પાડતા ઉશ્કેરાયેલા કેવલસિંહે લાકડીથી હુમલો કર્યો હતો. કેવલસિંહના પત્ની અને પુત્રે પણ હુમલો કર્યો હતો. આ અંગે કિશોરભાઇના પત્નીએ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

    વધુ વાંચો