સંગ્રામ પંચાયત ચૂંટણી-2021:ગ્રામપંચાયતની ચૂંટણીના પ્રચારના પડઘમ આજે સાંજે શાંત થશે

પંચમહાલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 347 સરપંચ અને 2387 સભ્યો ઉમેદવારોની બંધ બારણે બેઠકો શરૂ થશે સરપંચની: 2 અને સભ્યોની 44 બેઠકમાં અેક પણ ફોર્મ ભરાયું નથી

પંચમહાલ જિલ્લાની 350 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 374 સરપંચ અને 2387 સભ્યો ઉમેદવારો જીત પાકી કરવા અેડી ચોટીનું જોર લાગવી રહ્યા છે. 2 સરપંચ સીટ અને 44 સભ્ય સીટ પર અેક પણ ઉમેદવારે ફોર્મ ભર્યુ નથી. જયારે ઉમેદવારની ખર્ચ મર્યાદા કરતાં વધુ ખર્ચ કરતા જોવા મળી રહ્યા છે.

ચુંટણીમાં અમુક સરપંચ ઉમેદવારો રસોડા સહીતની સુવિધા મતદારોને અાપી મત મેળવવાની કોશીશ કરી હતી. ત્યારે 19 ડીસેમ્બરે મતદાન યોજાવાનું હોવાથી અાજે શુક્રવારે સાંજે 5 વાગે ગ્રામ પંચાયતની ચુંટણીના પ્રચારના પડધમ શાંત પડી જશે ત્યારે બાદ સરપંચ તેમજ વોર્ડની બેઠકના ઉમેદવારો જાહેરસભા, માઇકથી પ્રચાર કરી શકશે નહી. ઉમેદવારો પોતાની જીત માટે બંધ બારણે બેઠકોનો દોર ચાલુ કરશે તેમ લાગી રહ્યું છે.

વિરપુર તાલુકામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં તાલુકાની 19 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી આગામી 19 ડિસેમ્બર યોજાવાની છે. જેને લઈને લોકો દ્વારા ગામમા વિકાસની ઉણપ ક્યાંક પાણ ની તો ક્યાંક પાકા રસ્તાતો ક્યાંક વીજળીની સમસ્યાની વાતો અને ફરિયાદો કરી રહ્યા છે. વિરપુર તાલુકાની એક પણ ગ્રામ પંચાયત સમરસ થઇ નથી. ત્યારે 19 ગ્રામ પંચાયત 80 જેટલા સરપંચ અને 247 સભ્યપદના ઉમેદવારોનું ભાવિ 49071ના હાથમાં છે.

ઈલેક્ટ્રોનિક ઉપકરણો લઈ જવા પર પ્રતિબંધ
ગ્રામ પંચાયતોની ચૂંટણી અંતર્ગત પંચમહાલ જિલ્લામાં તમામ તાલુકાઓનાં કુલ 380 ગ્રામ પંચાયતોની ચૂંટણી-2021નું મતદાન આગામી 19 ડિસેમ્બર,2021નાં રોજ યોજાનાર છે. ચૂંટણી પ્રક્રિયા મુક્ત અને ન્યાયી રીતે યોજી શકાય અને ચૂંટણી પ્રક્રિયા દરમિયાન સુલેહ શાંતિનો ભંગ થતો અટકાવી શકાય તે માટે પંચમહાલ જિલ્લા મેજિસ્ટ્રેટ સુજલ મયાત્રા દ્વારા ક્રિમીનલ પ્રોસીજર કોડ 1973ની કલમ-144 અનુસાર મળેલ સત્તાની રૂએ મતદાનના દિવસ તા.19 ડીસે 2021ના રોજ નિયત થયેલા મતદાન મથકો ખાતે અને તેની આસપાસના 200 મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં લેપટોપ/ કોમ્પ્યુટર/મો બાઈલ ફોન, પેજર, વાયરલેસ સેટ/વોકી ટોકી સહિતનાં ઈલેક્ટ્રોનિક ઈન્સ્ટ્રુમેન્ટને લઈ જવા તથા તેના ઉપયોગ કરવા પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. હુકમનો ભંગ-ઉલ્લંઘન કરનાર ભારતનાં ફોજદારી અધિનિયમની કલમ-188 હેઠળ શિક્ષાને પાત્ર થશે.

ઉમેદવારોનો ચૂંટણીમાં હાઇટેક પ્રચાર શરૂ
દાહોદમાં 350થી વધુ પંચાયતની ચુંટણી 19મી ના રોજ યોજાવાની છે. ત્યારે દાહોદ, ઝાલોદ, ફતેપુરા, લીમખેડા, બારિયા, ધાનપુર, સિંગવડ, ગરબા઼ડા તાલુકાના ચુંટણી તંત્ર સાથે તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

બીજી બાજુ ગ્રામ પંચાયતમાં સરપંચ અને સભ્યમાં ઉમેદવારી નોંધાવનાર ઉમેદવારો મતદારોને રીઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. આ વખતે ગ્રામ પંચાયતની ચુંટણી પણ હાઇટેક જોવા મળી રહી છે. ચૂંટણી પ્રચારમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી ઉમેદવારો મતદાતાઓને આકર્ષવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે. ઉમેદવાર અને તેમના ટેકેદારો દ્વારા પણ ફેસબુક, વોટસઅપ, ટ્વીટર સહિતના સોશિયલ મીડિયાનો સહારો લઈ રહ્યા છે. પોતાના ફોટા સાથે કામ કરવાના લાંબા લચક લોભામણા મુદ્દાઓ લખી મતદાતાઓને સોશિયલ મીડિયાના માધ્યમથી રીઝવવાના પ્રયત્નો કરી રહ્યા છે.

સુરેલીમાં 3 વોર્ડના મતદારોમાં રોષ ફેલાયો
સુરેલી પંચાયમાં ચુંટણીનો પ્રચાર અંતીમ પડાવમાં પહોચ્યો છે. ત્યારે સુરેલી ગ્રામ પંચાયતના વોર્ડ 8, 9, 10 ના મતદારોને મત અાપવા 3 કિમી દુર વાંટા ફળીયામાં મતદાન મથક ઉભું કરતાં મતદારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સુરેલી ગામના મતદારો ગુરૂવારે કલેકટર અને પ્રાંત અધિકારીને લેખીતમાં રજુઅાત કરી હતી.

સુરેલી માં વર્ષોથી 3 બુથ હતા. પરંતુ તાલુકા અને જિલ્લા પંચાયતની ચુંટણીમાં સુરેલીના વાંટા ફળીયા મુકામે બુથ 4 અાપે લ છે. જેમાં માત્ર વોર્ડ 4 પુરતુ જ બુથ હતું. રજુઅાતમાં અાક્ષેપ કર્યો કે રાજકીય લાગવગથી ઉભેલા અેક સરપંચના ઉમેદવારને જીતાડવા અને અન્ય ઉમેદવારને નુકસાન પહોચાડવા વોર્ડ 8, 9 અને 10 ના મતદારોને વાંટાના બુથ નં 4 માં મત અાપવા જવાનું હોવાથી મતદારોને 3 કી.મી દુર સુધી ચાલવું પડશે. જેથી વોર્ડની સ્થિતી હોય તે પ્રમાણે રાખવા વિનંતી કરી સમસ્યાનું નિરાકરણ નહી અાવે તો ચૂંટણીનો બહીષ્કારની ચીમકી આપી છે.

રાજકીય આગેવાનની પ્રવેશબંધી મુદ્દે આવેદન
દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પંચાયતોની ચૂંટણી નિષ્પક્ષ, નિર્વિવાદ અને લોકશાહી ઢબે યોજાય અને યોગ્ય ઉમેદવારને ન્યાય મળે, અસામાજીક તત્વો ખોટી રીતે લાભ ના લઇ જાય તે બાબતોને ધ્યાનમાં લેવા કોંગ્રેસ સમીતી દ્વારા કલેક્ટરને આવેદન આપ્યું હતું. મત ગણતરી એજન્ટ સિવાય અન્ય કોઇ રાજકીય આગેવાન પોતે મત ગણતરી એજન્ટ ના હોય તો તે ગણતરીમાં અંદર ન જાય. મત ગણતરી પુરી થયા બાદ જે તે મત ગણતરી દરમિયાન ઉપસ્થિત ન રહે તેની તકેદારી રાખવા વિનંતિ કરાઇ હતી.

કોંગ્રેસ સમિતિના પ્રમુખે આવેદન આપ્યું હતું. માજી સાંસદ ડો.પ્રભાબેન તાવિયાડ, ઝાલોદના માજી ધારાસભ્ય ડો.મિતેશભાઇ ગરાસિયા, ઝાલોદ પ્રમુખ મુકેશભાઇ ડાંગી, કાર્યકારી પ્રમુખ આસિફભાઇ સૈયદ, પ્રદેશ મંત્રી રઘુભાઇ મછાર, ફતેપુરા પ્રમુખ હરસિંગભાઇ, ઉપપ્રમુખ રણજિતસિહ બારિયા, માજી યુથ પ્રમુખ મહેશભાઇ બબેરિયા સહિત ઉપસ્થિત રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...