તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Godhra
 • The Door Of The Goods Train Departing From Godhra Railway Station Opened, Four Water Poles On The Track Were Smashed, Sacks Of Rice Fell Out

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના ટળી:ગોધરા રેલ્વે સ્ટેશનેથી ઉપડેલી ગુડ્ઝ ટ્રેનનો દરવાજો ખુલ્યો, ટ્રેક પરના ચાર વોટરપોલ તોડી નાખ્યા, ચોખાની બોરીઓ બહાર પડી

ગોધરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ડ્રાઇવરની સમયસૂચકતાથી મોટી દુર્ઘટના ટળી - Divya Bhaskar
ડ્રાઇવરની સમયસૂચકતાથી મોટી દુર્ઘટના ટળી
 • રેલ્વે કર્મીઓની સમયસુચતાને લઇને મોટી દુર્ધટના ટળી
 • ઘટના વખતે પ્લેટફોર્મ નં-1 પર દેહરાદૂન એક્સપ્રેસ ટ્રેન ઉભી હતી

ગોધરા રેલ્વે જકશંન પર રોજની અનેક પેસેન્જર અને ગુડઝ ટ્રેનોની અવરજવર રહેતી હોય છે. ત્યારે ગોધરા રેલ્વે સ્ટેશન રેલ્વેની બેદરકારીને લીધે મોટી દુર્ધટના થતી રહી ગઇ હતી. રવિવારે પંજાબ ખાતેથી ચોખાની બોરીઓ ભરીને વડોદરા એફસીઆઇના ગોડાઉન ખાતે જતી ગુડઝ ટ્રેન ગોધરા રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 પરથી પુરઝડપે પસાર થઇ રહી હતી. તે દરમ્યાન અચાનક ગુડઝ ટ્રેનના એક ડબ્બાનો દરવાજો ખુલી જતાં ટ્રેક પરના પાણી ના થાંભલા સાથે દરવાજો અથડાતાં ચાર વોરટ પોલ તુટી ગયા હતા. અને ડબ્બામાંથી ટ્રેક પર ચોખાની બોરીઓ સાથે દરવાજો ટ્રેક પર પડી ગયો હતો.

બોરીઓ છૂટી ઉછળતા ચાર પોલ તૂટી ગયા હતા
બોરીઓ છૂટી ઉછળતા ચાર પોલ તૂટી ગયા હતા

ગુડઝ ટ્રેનના ચાલકે સમયસૂચકતા વાપરીને ગુડઝ ટ્રેનને રોકી દીધી હતી. જેનાથી મોટી દુર્ધટના ટળી હતી. બનાવ બનતાં રેલ્વે સ્ટેશન હાજર અધીકારીઓ અને RPF પોલીસ સહીત સ્થાનિક રેલવે અધિકારીની ટીમ દોડી આવી હતી. ગુડઝ ટ્રેનના ડબ્બામાંથી બહાર પડેલી ચોખાની બોરીઓને અન્ય સ્થળે ખસેડીને ગુડઝ ટ્રેનને રવાના કરી હતી. ત્યારે ગુડઝ ટ્રેનનો દરવાજો ચોરી કરવાના આશયથી ખોલ્યો કે પછી ચોખાની બોરી ભરતી વખતે દરવાજો ખુલ્લો રહી ગયો હશે કે પછી કયા કારણથી ડબ્બાનો દરવાજો ખુલ્લો રહી ગયો રેલ્વે અધીકારીઓ તેની તપાસ કરશે તેમ જાણવા મળી રહ્યું છે.

ચાલુ ટ્રેનમાં દરવાજો ખૂલી ગયો
ચાલુ ટ્રેનમાં દરવાજો ખૂલી ગયો

ઘટના વખતે બાજુના પ્લેટફોર્મ પર દેહરાદૂન ટ્રેન ઉભી હતી
ગુડઝ ટ્રેનના ડબ્બાનો દરવાજો ખુલીને વોટર પોલને અથડતાં ચાર જેટલા પોલ જમીન માંથી ઉખડી ગયા હતા. દરવાજો છુટો પડીને નીચે પડી ગયો હતો. પ્લેટફોર્મ નં 2 પાસે ધટના બની ત્યારે પ્લેટફોર્મ નંબર 1 ઉપર દેહરાદૂનથી મુંબઈ તરફ જઈ રહેલ દેહરાદૂન એક્શપ્રેસ ટ્રેન ઉભી હતી, બનાવ બનતાં તાત્કાલિક ગુડઝ ટ્રેનને રોકી દેતાં દુર્ઘટના ટળતા મોટી જાનહાનિ ટળી હતી.

રેલ્વે વિભાગે બિન ઉપયોગી પોલ કાઢયા ન હતા
ગુડઝ ટ્રેનનો દરવાજો જે વોટર પોલ સાથે અથડાયા તે પોલ બીનઉપયોગી હતા. જેથી અા ઘટના પાછળ રેલવે વિભાગ ની ઘોર બેદરકારો સામે આવી છે વર્ષો થી બંધ પડેલ પાણી સપ્લાઈ પાઇપ લાઈન પૉલ કાઢી લેવામાં રેલવે વિભાગે તસ્દી લીધી ન હોવાના કારણે આ પ્રકાર ની ઘટના સર્જાઈ છે. અગાઉ પણ અાવી જ રીતે ગુડઝ ટ્રેનનો દરવાજો ખુલી જતાં પ્લેટફોર્મ પર અાવેલો વોકીંગ રેલ્વે બ્રીજના થાંભલાને નુકસાન થયું હોવાની પણ ચર્ચાઓ થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો