તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:જિલ્લામાં શુક્રવારે નવા 131 કેસ સામે 203એ કોરોનાને હરાવ્યો

ગોધરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પંચમહાલ @ 8438 હાલ કુલ 1474 સક્રિય કેસ
  • પંચમહાલ જિલ્લામાં 5 દિવસમાં કોરોનાના 794 સામે 823 દર્દીઓએ કોરોનાને માત આપી

પંચમહાલ જિલ્લામાં કોરોના સંક્રમણ વધતા કોરોના કેસોમાં ઉછાળો અાવ્યો હતો. પરંતુ હાલ કોરોનાના કેસમાં ઘટાડો આવી રહ્યો છે. 30 એપ્રિલ બાદ કોરોનાના કેસમાં આંશિક ઘટાડો આવતાં હોસ્પિટલોમાં દર્દીઓને બેડની સુવિધા મળી રહેતાં વહીવટી તંત્રે રાહતનો દમ લીધો હતો. જિલ્લામાં કોરોનાના કેસની સામે વધુ કોરોનાગ્રસ્તો સાજા થઇ રહ્યા છે.

પંચમહાલ જિલ્લામાં છેલ્લા 5 દિવસમાં કોરોના પોઝિટિવ 794 કેસ નોધાયા હતા. તેની સામે 823 દર્દીઓ કોરોનાને માત આપીને સાજા થયા હતા. કોરોનાના ગંભીર દર્દીઓનું કોવિડ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ પામતાં અગાઉ સ્મશાનમાં રોજના સરેરાશ 15થી વધુ મૃતદેહોના કોરોનાની ગાઇડ લાઇન મુજબ અંતિમ સંસ્કાર કરવામાં આવતાં હતા. જે હવે ઘટીને રોજના 8 થી 10 મૃતદેહોના અંતિમ સસ્કાર થતાં હોવાનું જાણવા મળ્યું છે.

આમ કોવિડ હોસ્પીટલમાં મુત્યુ આંક પણ ઘટી રહ્યો છે. ત્યારે શુક્રવારે એક સાથે 203 દર્દીઓએ કોરોનાને હરાવીને સાજા થતાં તેઓને રજા અપાઇ હતી. જિલ્લામાં કોરોનાના કુલ 8438 દર્દીઓમાંથી 6783 કોરોનાના દર્દીઓ સાજા થયા હતા. શુક્રવારે કોરોનાના નવા 131 કેસ નોંધાયા હતા. જેમાં શહેરી વિસ્તારમાં ગોધરા 4, હાલોલ 22 અને કાલોલમાં 2 કેસ નોંધાતા શહેરી વિસ્તારમાં કુલ 5097 કેસ થયા હતા. જયારે ગ્રામ્યકક્ષાએ ગોધરા 27, હાલોલ 5, કાલોલ 31, ઘોઘંબા 22, જાબુંઘોડા 14, મોરવા(હ) 1 અને શહેરામાં 3 કેસ મળી આવતાં ગ્રામ્ય વિસ્તારમાં કુલ 3341 કેસ થયા હતા.

જિલ્લામાં હાલ 1474 કોરોનાના સક્રીય દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. પંચમહાલ જિલ્લામાં કોવિડના કારણે 71 અને નોન કોવિડથી 114 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. ત્રણ દિવસ સુધી રસી કરણ કેન્દ્રો બંધ રહેતાં શુક્રવારે એક પણ વ્યક્તિને રસી મુકવામાં આવી ન હતી.

અન્ય સમાચારો પણ છે...