તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના બેકાબૂ:પંચમહાલ જિલ્લાના મૃત્યુઆંકમાં ગત વર્ષની તુલનાએ આશ્ચર્યજનક 50 ટકાનો ઘટાડો

ગોધરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જુલાઈ-2019માં સરકારી ચોપડે 1088ની સામે આ વર્ષે જુલાઈમાં 522 મૃત્યુનો આંક નોંધાયો

કોરોના મહામારીના પરિણામે વિશ્વભરમાં 6 લાખથી વધુ મૃત્યુ નોંધાયા છે અને માનવજાત આરોગ્યક્ષેત્રે અભૂતપૂર્વ કહી શકાય તેવી કટોકટી સામે ઝઝૂમી રહી છે. કોરોના કાળમાં કોરોના સંક્રમણથી પંચમહાલ જિલ્લામાં અત્યાર સુધી 22ના કોરોનાથી મોંત થયા છે. અને કોરોનાગ્રસ્ત દર્દીઓને અન્ય બીમારીથી 17 જણાના મોંત થયા છે. આમ કોરોના કાળમાં કુલ 39 મોંત નોધાયાં હતા. ત્યારે જિલ્લામાં કોરોના બિમારી સિવાયના મૃત્યુ આંક સરકારી ચોપડે આશ્ચર્યજનક રીતે ઘટાડો નોંધાયો છે.

અકસ્માતમાં, કોઇ બીમારીના પરિણામે કે કુદરતી મૃત્યુના પાછલા વર્ષે નોંધાયેલા સરકારી આંક જોઈએ તો 2019ના જુલાઈમાં કુલ 1088 મૃત્યુ નોંધાયા હતા, જ્યારે જુલાઈ-2020માં કુલ 522 મૃત્યુ નોંધાયા છે. આમ ગત વર્ષ કરતાં ચાલુ વર્ષના જુલાઇ માસમાં મૃત્યુદરમાં 50 ટકાનો ઘટાડો થયો છે. તો જિલ્લાવાસઓની બીમારી સામે લડવાની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થયો તેમ લાગે છે. કોરોના સંક્રમણના પરિણામે જનજીવન પ્રભાવિત થતાં અકસ્માત સહિતના કારણોથી થતા મૃત્યુમાં ઘટાડો થયો છે. જો કે અન્ય રોગોથી પીડિત દર્દીઓ કોરોનાના ડરથી સારવારના અભાવે મૃત્યુ પામે છે કે કેમ તેની તપાસ થવી જરૂરી બની છે.

અન્ય સમાચારો પણ છે...