જામીન નામંજૂર:શહેરાના કરાર આધારિત લાંચિયા કર્મીના જામીન કોર્ટે નામંજૂર કર્યા

ગોધરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 4.45 લાખના લાંચમાં ટીડીઅો સહિતની 4ની ધરપકડ કરી હતી

શહેરા તા. પંચાયતમાં સરકારના મનરેગા યોજના હેઠળ ચાલતા રોડના, કુવાના તથા ચેક વોલના કામો માટે રો-મટીરીયલ્સ સપ્લાય કરનાર કોન્ટ્રાકટરના બીલ મંજુર થયા હતા. અા મંજુર થયેલા કામના ચેક પાસ કરાવવા રૂા.4.45 લાખની લાંચની માંગણી કરતાં કોન્ટ્રાટરે અેસીબીમાં ફરીયાદ નોધાવી હતી. એસીબીએ ગોઠવેલ લાંચના છટકાનાં આરોપી હેમંત પ્રજાપતિ, કિર્તીપાલ સોલંકી, આરોપી રીયાઝ મનસુરી તથા શહેરા ટીડીઅો જરીના અન્સારી પકડાયા હતા. અગાઉ કોર્ટે જરીના અંસારી અને કરાર અાધારીત મદદનીશ એન્જીનીયર રીયાઝ મનસુરીની જામીન અરજી નામંજૂર કરી હતી.

મંગળવારે કરાર અાધારીત કર્મી હેમંત મફતભાઈ પ્રજાપતિ પંચમહાલ જિલ્લાના સ્પેશિયલ જજ એ.સી.બી સમક્ષ નિયમિત જામીન અરજી દાખલ કરી હતી. જે જામીન અરજીની સુનાવણી થતાં કોર્ટ દ્વારા એ.સી.બી.પી.આઈ આર.એન.પટેલ ની તપાસના તમામ કાગળો તથા જિલ્લા સરકારી વકીલ રાકેશ એસ ઠાકોરની દલીલોને ધ્યાનમાં લઇ કોર્ટ દ્વારા નિયમિત જામીન અરજી ના મંજૂર કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...