તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મતદાન:આજે મોરવા(હ) વિધાનસભાની પેટાચૂંટણીની મતગણતરી થશે

ગોધરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બપોરે 1 વાગ્યા સુઘીમાં મતગણતરી પૂર્ણ થવાની શક્યતા
  • વિધાનસભાની પેટાચૂંટણીમાં માત્ર 42.60 ટકા મતદાન થયું હતું

મોરવા(હ) વિધાનસભાની પેટા ચુંટણીનું મતદાન 17 મી એપ્રીલના રોજ થયું હતું. વિધાનસભા સીટનું નિરાશાજનક મતદાન થતાં ફક્ત 42.60 ટકા મતદાન નોધાયું હતું. જે 2017 વિધાનસભા કરતાં 21 ટકા ઓછુ મતદાન થયું હતું. કોરોના મહામારીમાં યોજાયેલી પેટાચૂંટણીમાં મતદારોના મત ઇવીએમમાં સીંલ થયા બાદ પેટી ઓને મોરવા(હ)ની કોલેજ ખાતેના સ્ટ્રોગ રૂમમાં પોલીસ બદોબસ્ત વચ્ચે મુકવામાં આવ્યા હતા.

આજે મોરવા કોલેજ ખાતે સવારે 8 કલાકે ચુંટણી અધીકારી ઓની હાજરીમાં મતગણતરી શરૂ કરવામાં આવશે. પ્રથમ બેલેટ પેપર બાદ ઇવીએમ મશીનના મતની ગણતરી કરવામાં આવશે. બપોરના એક વાગ્યા સુઘીમાં મતગણતરી પુર્ણ થયા બાદ પેટા ચૂંટણીના પરિણામ જાહેર કરાશે. મોરવા(હ) વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારે પોતાની જીતનો દાવો કરીને મોરવા(હ) સીટ ભાજપના ફાળે જશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો