તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગોધરા શહેરના શહેરા ભાગોળ વિસ્તારમાંથી વર્ષો રેલ્વે લાઇન પસાર થઇ રહી છે. આ રેલ્વે લાઇન પર ફાટકની સુવિધા હોવાથી ગોધરા જંકશન હોવાથી અનેક ટ્રેનોની અવરજવરના લીધે ફાટક મોટા ભાગના સમયે બંધ રહેતાં શહેરીજનોનો સમયનો વેડફાટ અને પ્રદુષણ ફેલાતું હતું. ફાટક પર અવાર નવાર અક્સમાતના બનાવ પણ બનતા હતા. આ રેલ્વે લાઇન પર અંડરપાસની માંગ વર્ષોથી સાંસદ, ધારાસભ્ય સહીતના અાગેવાનો કરતાં હતા. રેલ્વે વિભાગ અને સ્થાનિક તંત્ર વચ્ચે ઉંચાઇને લઇને અંડરપાસની મંજુરી અટકાયેલી હતી.
ત્યારે પંચમહાલ જિલ્લા કલેકટર અમીત અરોરાઅે સ્થળ ઉપર જઇને અંડરપાસ બનાવાની જગ્યાનો અભ્યાસ કરીને અંડરપાસનો નકશો મંજુરી માટે રેલ્વે વિભાગને મોકલ્યો હતો. રેલ્વે વિભાગે 3.49 મીટરની ઉચાંઇવાળો અંડરપાસ બ્રીજ મંજુર કર્યો હતો. વર્ષો જુની સમસ્યાનો નિકાલ તો અાવ્યો પણ અાચારસંહીતા હોવાથી અાચારસંહીતા પુર્ણ થયાના અેક માસ બાદ અંડરપાસ બની જશે તેવી અાશા સેવાઇ રહી છે.
અા અંડરબ્રીજ રૂા.9.67 કરોડમાં 3.49 મીટરની ઉચાઇનો બનશે જેમાંથી 11 ફુટ જેટલી ઉચી ટ્રક પર પસાર થઇ શકશે.અને અા અંડરપાસ અાર અેન્ડ બી વિભાગ બનાવશે. અંડરપાસ બનતાં શહેરા ભાગોળ રેલ્વે ફાટકની સમસ્યા દુર થશે પણ શહેરીજનોને અંડરપાસ બ્રીજ માટે હજુ થોડક સમયની રાહ જોવી પડશે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.