તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઇફેક્ટ:પંચમહાલમાં ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી કોરોનાથી ફીક્કી રહી

ગોધરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

મુસ્લિમોના સૌથી મોટા પર્વ ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી પંચમહાલ સહિત હાલોલના મુસ્લિમ સમાજે કોરોના મહામારીને પગલે શાંતિપૂર્ણ વાતાવરણમાં સાદગીપૂર્ણ રીતે કરી હતી. જેમાં સતત બીજા વર્ષે પણ મુસ્લિમોએ ઈદના પાવન પર્વને લઇને ઘરોમાં ઈબાદત બંદગી કરી સંપૂર્ણ સરકારી ગાઇડલાઇન મુજબ ઈદની ઉજવણી કરી હતી.

ઈસ્લામ ધર્મમાં સૌથી પવિત્ર માસ ગણાતા રમજાન માસમાં સમગ્ર વિશ્વભર સહિત ભારતના મુસ્લિમો રમઝાન માસમાં ભૂખ્યા તરસ્યા રહીને રોજો કરી સતત એક માસ સુધી અલ્લાહની બંદગી પ્રાર્થના કરે છે. જેમાં રમજાન માસમાં મુસ્લિમોએ કરેલી બંદગીના ફળ સ્વરૂપે અલ્લાહ તરફથી રમજાન ઈદની ભેટ આપે છે. જેમાં આજના દિવસે મુસ્લિમ સમાજના લોકો રંગેચંગે રમજાન ઈદ એટલે કે ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી કરે છે. પણ કોરોના મહામારી ના પગલે ગત વર્ષે બે અને આ વર્ષે પણ પંચમહાલ જિલ્લાના મુસ્લિમ સમાજે કોરોના સંકટને પગલે સંપૂર્ણ સાદગી સાથે શાંતિપૂર્ણ રીતે સરકારી ગાઈડલાઈન અનુસાર ઈદની ઉજવણી કરી હતી. જેમાં ગોધરા, કાલોલ, હાલોલ, શહેરામાં સમગ્ર મુસ્લિમ સમાજે શુક્રવારે સાદગીપૂર્ણ માહોલમાં સરકારી ગાઈડ લાઇનના પાલન સાથે ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી કરી હતી.

દાહોદમાં શુક્રવાર અને ઈદનો સમન્વય છતાં મહામારીમાં ઉજવણી નિરસ બની
દાહોદમાં મુસ્લિમ સમાજ દ્વારા ઈદ-ઉલ-ફિત્રની કોરોનાકાળને આનુષાંગિક સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરી હતી. પવિત્ર રમજાન માસના રોજા સંપન્ન કર્યા બાદ કોરોના મહામારીના કપરા સમયે એકમેકને કોલ અથવા સોશિયલ મીડિયાથી ઈદ-ઉલ-ફિત્રની શુભેચ્છાઓ પાઠવી હતી. આ વખતે મુસ્લિમ ઈદ ટાણે જ શુક્રવારનો સુભગ સમન્વય હોવા છતાં કોરોનાના પ્રકોપથી ઉજવણી નિરસ બની હતી.

દાહોદમાં શાંતિપૂર્ણ માહોલ વચ્ચે ઈદની ઉજવણી સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે કરવામાં આવી હતી. તો મુસ્લિમ ધાર્મિક અગ્રણીઓએ કોરોનાકાળ ઝડપભેર પૂરો થાય તેવી દુવાઓ પણ માંગી હતી.

અન્ય સમાચારો પણ છે...