ગોધરાના ઓઇલના વેપારીની હત્યા:તીક્ષ્ણ હથિયારથી ગળા અને પીઠના ભાગે ઘા મારી હત્યા કરી લાશ બેટીયાના જંગલમાં ફેંકી દીધી

ગોધરા25 દિવસ પહેલા
  • કૉપી લિંક

ડોકટરના મુવાડાથી બેટીયા ગામ જવાના જંગલ વિસ્તારમાંથી હત્યા કરાયેલા યુવકનો મૃતદેહ મળ્યો હતો. જે અંગે ગોધરા તાલુકા પોલીસે યુવકનું ખૂન કરી તેની લાશના પુરાવાનો નાશ કરવાનો ગુન્હો ગોધરા તાલુકા પોલીસે નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

ગોધરાના સીમલા રોડ પર ઓઈલનો વેપાર કરતો અને હયાતની વાડી વિસ્તારનો પરણિત યુવક મોહમદ હનીફ દસ્તગીર બદામ ઉ.વ.૩૨ એક દિવસ અગાઉ ગુમ થતા પરીવાર ચિંતિત બન્યા હતા. શોધખોળ બાદ પણ ન મળતા પરીવારે સોશિયલ મીડિયાથી યુવક ગુમ થયોના મેસેજ વાયરલ કર્યા હતા. જેનો મૃતદેહ શનિવારે બેટીયા ગામ નજીક જંગલમાંથી હત્યા કરાયેલી હાલતમાં મળ્યો હતો. બનાવની જાણ પોલીસ ને થતા પોલીસ કાફલો દોડી ગયો હતો દરમ્યાન યુવકનો મૃતદેહ રસ્તાની સાઈડ પર પડેલો જંગલ વિસ્તારમાં જોવા મળતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી તપાસ દરમ્યાન પોલીસને મૃતકના શરીરના ભાગે તીક્ષ્ણ હથિયાર વળે કરેલા ઘા જોવા મળ્યા હતા. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી જે જગ્યા પરથી લાશ મળી તેની સામેની સાઈડ જંગલ વિસ્તારમાંથી તેના ચંપલ પણ મળ્યા છે. એટલે હત્યારાઓએ તેને પહેલા માર્યો બાદ યુવક જીવ બચાવી ભાગવા જતા યુવકને મોતને ઘાટ ઉતાર્યો હોવાનું અનુમાન છે.

પરંતુ યુવક જંગલ વિસ્તારમાં કેવી રીતે પહોંચ્યો તે તપાસનો વિષય છે. યુવકની હત્યા કયાં કારણોસર થઈ તેનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલમાં લઈ જવાયો હતો. હાલ હત્યા મામલે તાલુકા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. લધુમતિ સમાજના ટોળા ધટના સ્થળે ઉમટયા હતા. પોલીસે બનાવ સ્થળની જગ્યાને કોર્ડન કરી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...