આપઘાત:ટીંબીના પ્રેમી-પંખીડાના મૃતદેહો કાલોલની નર્મદા કેનાલમાંથી મળ્યા

ગોધરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સમાજ તેમનો પ્રેમ નહીં સ્વિકારે તેવા ડરે છલાંગ લગાવી હતી
  • સેલ્ફી લઇને નર્મદા કેનાલમાં મોતનો કૂદકો લગાવ્યો હતો

વાઘોડિયાના પ્રેમી પંખિડાના કેનાલમાં મોતના ભૂસકાં બાદ બંનેના મૃતદેહો કાલોલ પાસેની નર્મદા કેનાલમાંથી મળી આવ્યા હતાં. વાઘોડિયાના ટીંબી ગામના યુવક જયદીપભાઇ બુદ્ધિસાગર ગોહિલ અને યુવતી વિભા ઉર્ફે ગાૈરી શામળભાઇ ગોહિલ એકબીજાના પ્રેમમાં હતા. તેઓની સગાઇ અલગ અલગ જગ્યાએ કરવામાં આવી હતી. તેઓના પ્રેમનો પરિવાર અને સમાજ દ્વારા સ્વિકાર કરવામાં નહીં આવે તેમ સમજીને બંને પ્રેમીપંખીડાઓ ખંડીવાડા પાસેની નર્મદા કેનાલ પાસે બાઇક ઉપર આવીને ત્યાં તેઓએ ગાંધર્વ વિવાહ કર્યા હતા. તેઓએ તેમના જીવનની છેલ્લી સેલ્ફી લઇને નર્મદા કેનાલમાં બંને પ્રેમીપંખીડાએ મોતનો કૂદકો લગાવ્યો હતો.

રવિવારે કેનાલમાં બંનેની શોધખોળ શરૂ કરી હતી પણ બંને કોઇ પત્તો મળ્યો ન હતો. ત્યારે વિભાબેનની લાશ તરતી તરતી કાલોલ પાસેના કણેટીયા ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલમાંથી અને જયદીપભાઇની લાશ શક્તિપુરા પાસેના નર્મદા કેનાલના ગેટ પાસેથી મળી આવતાં બંને મૃતકના પરિવાર કાલોલ ખાતે દોડી આવ્યો હતો. કાલોલ ખાતે બંને પીએમ કરીને પરિવારને મૃતદેહો સોંપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...