તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:આદિજાતિ વિકાસના ઇન્ચાર્જ મદદનીશ કમિશ્નર લાંચમાં ACBના હાથે ઝડપાયા

ગોધરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગોધરામાં મકાન ભાડે ચઢાવવાના વ્યવહાર પેટે બે ભાડા માગ્યા હતા
 • હાલ અેક ભાડાના રૂા.32 હજાર લેતા રંગેહાથે ઝડપાઇ ગયા

વર્ગ 2નો અધિકારી ગોધરા ખાતે ACBના હાથે ઝડપાઇ જતા ખળભળાટ મચી ગયો છે. અા અંગે અેક જાગૃત નાગરીક દ્વારા ACB વિભાગમાં ફરીયાદ કરવામાં અાવી હતી કે તેનું મકાન આદિજાતિ કન્યા છાત્રાલય માટે માસિક ₹રૂા. 32,788ના ભાડેથી મદદનીશ કમિશ્નર, આદિજાતિ વિકાસની કચેરીને આપ્યુંું છે. અા મકાનને અાગામી વર્ષ માટે ભાડે ચઢાવવાના વ્યવહાર પેટે બે ભાડાની રકમ લાંચમાં માગવામાં આવી હતી જે ન અાપવા માટે જણાવ્યુ હતુ.

ફરીયાદના પગલે ACB વડોદરા એકમના અધિકારી એસ.એસ.ગઢવીના માર્ગદર્શન હેઠળ મહીસાગર એ.સી.બી. પો.ઇન્સ. આર.એન.પટેલ દ્વારા ગુરૂવારના રોજ અેક છટકુ ગોઠવવામાં અાવ્યુ જે દરમ્યાન વાતચીત મુજબ લાંચની માંગણીના અેક ભાડાની રકમના રૂા.32,000 લેતા રંગે હાથે વર્ગ 2ના ઇન્ચાર્જ-મદદનીશ કમિશ્નર ગોધરાના મનહરભાઈ એસ.પટેલ પકડાઇ જતા ACBઅે આગળની કાર્યવાહી હાથ ધરેલી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો