ચૂંટણી:ડેરોલ સ્ટેશન સ્થિત APMCની ચૂંટણી 29 ઓક્ટોબરે યોજાશે

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 16 સીટો માટે એક ફોર્મ રદ થતાં 33 ઉમેદવારો મેદાનમાં

ડેરોલસ્ટેશન ખાતે આવેલ ઘી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની 2021ની સામાન્ય ચૂંટણીની પ્રક્રિયાની જાહેરાત કરાઇ છે. જેની સંપૂર્ણ કામગીરી ચૂંટણી અધિકારી અને જિલ્લા રજિસ્ટ્રારની ઉપસ્થિતિમાં યોજાશે. જોકે ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં યોજનાર ચૂંટણીમાં 16 બેઠકોની ચૂંટણી થવા જઈ રહી છે. જેમાં ખેડૂત વિભાગ 10 સભ્યો, ખરીદ વેચાણના 2, વેપારી મત વિભાગના 4 મળી 16 બેઠકો માટે ચૂંટણી યોજાનાર છે.

ડેરોલસ્ટેશન ખાતેની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની જાહેરાત અનુસાર 17 ઓક્ટોબર ફોર્મ ભરવા, 18મીઅે ચકાસણી અને 21મીએ ફોર્મ પરત ખેંચવાની તારીખ બાદ 29મીએ મતદાન અને 30મીએ મત ગણતરીની પ્રક્રિયા કરાશે. એપીએમસીની 16 બેઠકો માટે પ્રથમ તબક્કા અને 17 ઓકટોબરે ફોર્મ ભરવાની કામગીરીમાં કુલ 34 ઉમેદવારોના ફોર્મ ભરાયા હતા. પરંતુ 18 ઓક્ટોબરના ચકાસણીના દિવસે એક ઉમેદવારનું ફોર્મ ચૂંટણી નિયમ પ્રમાણે યોગ્ય પુરાવા ન હોવાના કારણે રદબાતલ કરાયું હતુ.

બાકીના 33 ફોર્મ મંજુર થતાં હાલની પ્રક્રિયામાં 33 ઉમેદવારો ચૂંટણી જંગમાં તૈયારી દર્શાવી રહ્યા છે. જેમાં ખરીદ-વેચાણના 2 પૈકી 2 ફોર્મ ભરાયા છે. વેપારી મત વિભાગના 4 પૈકી 4 ઉમેદવારો ના ફોર્મ ભરાયા છે. પરંતુ ખેડૂત વિભાગના 10 પૈકી હાલની પરિસ્થિતિમાં 27 ઉમેદવારો મેદાનમાં જોવા મળી રહ્યા છે. જોકે 21 મીના રોજ ફોર્મ પરતની તારીખ પછી જ કેટલા ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતરશે તેેેે કહી શકાશે.

અન્ય સમાચારો પણ છે...