તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:આનંદનગરથી 4 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો, છેતરપિંડીના ગુનામાં ફરાર હતો

ગોધરા25 દિવસ પહેલા
 • કૉપી લિંક

પંચમહાલ ગોધરા રેન્જ અને જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા જિલ્લામાં નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે સૂચના આપવામાં આવી હતી. જેને લઈને ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ત્યારે ગોધરા શહેર એ ડિવિઝન પોલીસમથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં નીકળ્યો હતો

ત્યારે બાતમી મળી હતી કે દાહોદ જિલ્લાના ઝાલોદ પોલીસમથકે નોંધાયેલા છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી નાસતો ફરતો વોન્ટેડ આરોપી સૂરેન્દ્રકુમાર નવનીતલાલ મહેતા આનંદનગર ખાતે પોતાના ઘર આગળ બેઠો છે, જેના આધારે પોલીસે બાતમી વાળી જગ્યાએ જઈને આરોપીને ઝડપી પાડયો હતો અને ઝાલોદ પોલીસમ થકે સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો