તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ જિલ્લાવાસીઓને એક સંદેશમાં હાલ ચાલી રહેલી આર્થિક ગણતરીમાં સહયોગ આપવા અપીલ કરી છે. દેશના આર્થિક અને સામાજિક વિકાસની નીતિના ઘડતર માટે અતિ ઉપયોગી એવી માહિતીના એકત્રીકરણ માટે ચાલી રહેલી આ ગણતરીની પ્રક્રિયા અત્યંત મહત્વપૂર્ણ છે. આ આર્થિક ગણતરી દ્વારા જિલ્લામાં ચાલી રહેલી આર્થિક ગતિવિધીઓની માહિતી મેળવી શકાય છે. તેમજ આ માહિતીનો ઉપયોગ ઉદ્યોગ-ધંધાના વિકાસ તથા રોજગારી સર્જન માટેની નીતિના ઘડતર માટે કરવામાં આવે છે. જે આર્થિક ક્ષેત્રના વિકાસ અને ભવિષ્યના લાંબાગાળાના આયોજનમાં અતિમહત્વપૂર્ણ સાબિત થશે.
જેથી આ ગણતરી માટે આવતા ગણતરીદાર/સુપરવાઈઝરને કુટુંબ અને વ્યવસાય/વેપાર/ઉદ્યોગ-ધંધા વિશે પૂછવામાં આવતા પ્રશ્નોના સાચા અને ચોક્કસ જવાબો આપવા તેમણે જિલ્લાવાસીઓને અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ગણતરી અર્થે આવતા આ ગણતરીદારો/સુપરવાઈઝરો સીએસસી ઈ-ગર્વનન્સ ઈન્ડિયા લિમિટેડ દ્વારા નિમણૂક પામેલ અધિકૃત ગણતરીદારો હોય છે તેમજ એકત્રિત કરાતી માહિતી અત્યંત ગુપ્ત રાખવામાં આવે છે અને તેનો ઉપયોગ આર્થિક ગણતરીના પરિણામો તૈયાર કરવા માટે જ ઉપયોગમાં લેવામાં આવે છે. આ રાષ્ટ્રીય કામગીરીમાં શ્રેષ્ઠ સહકાર આપવા અનુરોધ કર્યો હતો.
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.