તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

થનગનાટ:જિલ્લામાં દિવાળીની ઉજવણીનો થનગનાટ

ગોધરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તિથિની અસમંજસને કારણે અેક જ દિવસે બે બે તહેવારોની ઉજવણી કરવામાં આવી

દિવાળના તહેવારના પાંચ દિવસની ઉજવણી ધનતેરસથી લઇને ભાઇ બીજ સુધી કરાતી હોય છે. પંચમહાલ તથા મહિસાગર જીલ્લાના ગોધરા, હાલોલ, કાલોલ, જાંબુઘોડા, શહેરા,લુણાવાડા, સંતરામપુર, વીરપુર, દીવડાકોલોની સહિત ગ્રામ્ય વિસ્તારોમાં દિવાળી પર્વની ઉજવણી શરુ થતાં લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. દીવાળીના તહેવારોના આરંભ અગીયારસના દિવસેથી થતો હોય છે. ધનતેરસના દિવસે શુભ મુહૂર્તમાં લોકોએ પોતાની ઘરે, દુકાનો, પેઢીઓ તથા વ્યાપારિક સંસ્થાનોમાં દાગીના અને ધનની પૂજા કરીને શ્રદ્ધાભેર ઉજવણી કરી હતી.

જ્યારે વેપારીઓએ નવા ચોપડાની ખરીદી પણ કરી હતી. અા વર્ષે તીથી અંગે લોકોમાં અસમંજસ હોવાના કારણે અેક જ દિવસે બે બે તહેવારોની ઉજવણી કરવામાં અાવી રહી છે. જેને લઇને લોકોઅે બ્રાહ્મણોને પુછપરછ શરૂ કરી હતી. અસમંજસ વચ્ચે જિલ્લામાં કેટલાક લોકોઅે શુક્રવારના રોજ સવારે ધનતેરસની પૂજા અર્ચના કરી હતી અને સાંજે કાળી ચાૈદશની ઉજવણી કરી હતી. તો કેટલાક લોકોઅે શુક્રવારે ધનતેરસ અને શનિવારે બપોર સુધી કાળીચાૈદશની ઉજવણી કરશે. અને ત્યાર બાદ દિવાળીની ઉજવણી કરશે. દિવાળીને અનુલક્ષીનેગોધરા શહેર સહિત પંચમહાલ જિલ્લાના બજારોમાં ચહલ પહલ વધતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો