તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજવણી:‘શિક્ષક પાયો છે, જેના પર સમાજની ઇમારત બને છે’ : જયદ્રથસિંહ પરમાર

ગોધરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાયણના મુવાડામાં જિલ્લા કક્ષાના શિક્ષક દિનની ઉજવણી કરાઇ

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડોકટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ઘોઘંબા તાલુકાના રાયણના મુવાડા ગામે કન્યા સાક્ષરતા નિવાસી શાળા ખાતે જિલ્લાના કક્ષાના શિક્ષક દિનની ઉજવણી રાજ્ય કક્ષાના કૃષિ, પંચાયત અને પર્યાવરણ મંત્રી જયદ્રથસિંહ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો શિક્ષક દિવસ ઉજવવામાં આવ્યો હતો. રાજ્યકક્ષાના મંત્રીઅે જણાવ્યું હતું ભગવાન કરતા પણ ગુરૂનું પદ ઉચ્ચ માનવામાં આવ્યું છે.

શિસ્ત..ક્ષમા..કરણા.. નો ત્રિવેણી સંગમ એટલે શિક્ષક દાનવમાંથી માનવ, માનવમાંથી મહામાનવ બનાવવાનું ભગીરથ કાર્ય કરે છે. એટલે જ ચાણકય એ કહ્યું છે કે શિક્ષક કભી સાધારણ નહી હોતા પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદમે પલતે હૈ. એટલેકે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન તત્વચિંતક સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ દિવસ જેને આપણે “શિક્ષક દિન તરીકે ઉજવીએ છીએ. તથા કોરોના મહામારીએ ઘણા દેશવાસીઓનો ભોગ લીધો છે.

આ કોરોનાના કપરા કાળમાં શિક્ષકોએ પણ કોરોના વોરીયર્સ તરીકે ચાવીરૂપ ભૂમિકા ભજવી છે. પંચમહાલ જિલ્લામાં વર્ષ દરમ્યાન શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોને જિલ્લાના તથા તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પારિતોષિક એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા, જેમાં વર્ષ 2021 માટે જિલ્લાના 4 શિક્ષકો અને તાલુકા કક્ષાએ 8 શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી.

શ્રેષ્ઠ પારિતોષિક એનાયત માટે પસંદગી પામેલા શિક્ષકોનું સાલ ઓઢાડીને બહુમાન કરવામાં આવ્યું હતું, સાથે જ જિલ્લાના વર્ષ 2020-21 માટેના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. અંતમાં મહાનુભાવો દ્વારા શાળા પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ.

જિલ્લામાં શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવોર્ડ મેળવનાર શિક્ષકોના નામની યાદી
}રાઠોડ નિલેશ ખુમાનસિંહ, ભલાણીયા પ્રાથમિક શાળા,ભલાણીયા, }પરમાર ભીખાભાઈ વીરાભાઇ, સુથાર ફળિયા પ્રાથમિક શાળા, ધાંધલપૂર, }માછી રમેશભાઈ લાલાભાઈ, બિલીથા વર્ગ પ્રાથમિક શાળા, બિલીઠા, }પ્રજાપતિ સીમાબેન નારણભાઈ, રાઠવા ફળિયા પ્રાથમિક શાળા, દામાવાવ, }ઝાલા પ્રવિણભાઇ પ્રભાતભાઇ, પાંથ પથરા, પ્રાથમિક શાળા, }રાઠવા પ્રકાશભાઈ સોમાભાઈ, શ્રી ખોડસલ પ્રાથમિક શાળા, }કલ્પેશકુમાર વીરાભાઇ પટેલ, જૂનામુવાડા વર્ગ, મેખર પ્રાથમિક શાળા, }અલ્પાબેન કે ચૌહાણ, આંટા ફળિયા વર્ગ, કુવાઝર પ્રાથમિક શાળા, }પટેલ વિભાબેન બાપુજીભાઈ, વિંટોજ પ્રાથમિક શાળા, વિન્ટોજ,
}પ્રજાપતિ દિનેશકુમાર શંકરલાલ, બાકરોલ પ્રાથમિક શાળા, બાકરોલ, }ડૉ. કલ્પેશ્કુમાર રેવાભાઈ પરમાર, બીઆરસી ભવન શહેરા, }હેમેન્દ્ર જે. ભોજક, એમ.એન્ડ એમ મહેતા હાઇસ્કુલ, ગોધરા

અન્ય સમાચારો પણ છે...