તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કાબૂમાં:પંચમહાલમાં કોરોના સંક્રમણનો એક પણ કેસ ન નોંધાતાં તંત્રને હાશ, મહીસાગરમાં 3 પોઝિટિવ તો દાહોદમાં 1 કેસ નોંધાયો

ગોધરા25 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોરોનાને પછડાટ આપી 3787 દર્દીઓ સાજા થયા, હાલ 24 સક્રિય કેસ

પંચમહાલ જિલ્લામાં ફરી એક વાર કોરોનાનો એક પણ નવો કેસ મળ્યો નથી. આજે 02 દર્દીઓને સારવાર બાદ રજા મળતા હાલ જિલ્લામાં સક્રિય કેસોની કુલ સંખ્યા 24 થવા પામી છે, જેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે. શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ 2885 કેસ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારમાં કુલ 1062 કેસ મળી આવ્યા છે. હોસ્પિટલમાંથી રજા મેળવનાર દર્દીઓની કુલ સંખ્યા 3783 થવા પામી છે.

મહીસાગરમાં 3 પોઝિટિવ કેસ નોંધાતાં કુલ આંક 2004
મહીસાગર જિલ્લામાં ખાનપુર તાલુકાની ૦૧ સ્ત્રી, લુણાવાડા તાલુકાના ૦૨ પુરૂષનો કોરોના રીપોર્ટ પોઝીટીવ અાવતા જિલ્લામાં કોરોના કુલ ૨૦૦૪ કેસ પોઝીટીવ નોધાયા છે. જિલ્‍લામાં સારવાર લઇ રહેલ દર્દીઓ પૈકી ખાનપુર તાલુકાના ૦૧ પુરૂષે કોરોનાને મહાત આપતાં રજા આપવામાં આવતાં સ્વગૃહે પરત ફર્યા છે. જિલ્‍લામાં અત્યાર સુધીમાં કુલ ૧૯૪૬ દર્દીઓ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે. જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે ૯ વ્યક્તિનું મૃત્યુ થયા છે. જયારે અન્ય કારણથી ૩૬ દર્દીનુ મૃત્યુ થતાં જિલ્લામાં કુલ ૪૫ મૃત્યુ નોંધાવા પામ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં સીઝનફલુ/ કોરોનાના કુલ ૧૨૧૬૬૫ રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. તેમજ જિલ્લાના ૧૧૦ વ્યક્તિઓને હોમ ક્વોરોન્ટાઇલ હેઠળ રાખવામાં આવ્યા હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે. કોરોના પોઝીટીવ આવેલ દર્દીઓ પૈકી ૦૭ દર્દીઓ સ્ટેબલ અને ૦૬ દર્દીઓ ઓક્સિજન પર છે.

દાહોદ જિલ્લામાં છેલ્લા સપ્તાહમાં માત્ર 7 જ કેસ
બુધવારે દાહોદ જિલ્લામાં કોરોનાનો એક જ સંક્રમિત નોંધાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર જિલ્લામાં એકમાત્ર ઝાલોદ ગ્રામ્યનો એક દર્દી કોરનાગ્રસ્ત હોવાનું નોંધાયું હતું. તા.3.2.’21 ને બુધવારે જાહેર થયા મુજબ Rtpcr ટેસ્ટના 163 અને રેપીડના 560 સેમ્પલો પૈકી એક દર્દી પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. આ સાથે હવે દાહોદ જિલ્લાના સાજા થઈ ચુકેલા વધુ એકને ડિસ્ચાર્જ કરવામાં આવતા કોરાનાના એક્ટિવ કેસોની સંખ્યા 9 થઇ છે. ઉલ્લેખનીય છે કે તા.28 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરીના સપ્તાહમાં દાહોદ જિલ્લામાં તા.26 અને 30 જાન્યુઆરીએ તથા તા.2 ફેબ્રુઆરીએ ત્રણ વખત શૂન્ય કેસ નોંધાવા‌ સાથે દાહોદ જિલ્લામાં છેલ્લા સપ્તાહમાં જિલ્લામાં કુલ મળીને માત્ર 7 કેસ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો