કોરોના મહામારીથી થતાં કોરોના કેસ નહિવત પણ આવી ગયા છે. ત્યારે જિલ્લામાં અન્ય રોગનો ફેલાવો થઇ રહ્યો છે. જેને ડામવા પંચમહાલ આરોગ્ય વિભાગ કમર કસી રહ્યું છે. હાલ ચોમાસાની સિઝન હોવાથી ગામડાઓમાં મકાનોની ભેજવાળી માટીની દિવાલમાં રેતાળ માંખીનો વાસ થવાથી ચાંદીપુરમ વાઈરસ ફેલાઇ રહ્યો છે. ખતનાક ચાંદીપુરમ વાઈરસ મહારાષ્ટ્રના ચાંદીપુર ગામમાંથી ઉત્પતી થઇ હોવાથી આ વાઈરસને ચાંદીપુરમ નામથી આળખવામા આવે છે. આ ચાંદીપુરમ વાઈરસ રેતી માંખી(સેન્ડ ફ્લાય)થી ફેલાય છે.
તે 2થી 3 ફુટ જેટલું ઉડી શકે છે. આ સફેદ કલરની રેતી માંખી 0થી 14 વર્ષના બાળકને કરડાવાથી બાળકને તાવ, ખેંચ બાદ બેભાન થઇ જાય છે. પંચમહાલમાં છેલ્લા 15 દિવસમાં ચાંદીપુરમની ચપેટમાં બે બાળકો આવી જતાં બંને બાળકોના મોત થયા હતા. ગોધરા તાલુકાના સામલી બેટીયા અને કાલોલ તાલુકાના સણસોલી ગામમાં ચાંદીપુરમ વાઈરસથી બે બાળકોના મોત થતાં જિલ્લાના આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
સામલી બેટીયા અને સણસોલી ગામમાં આરોગ્ય વિભાગની ટીમે પહોંચીને દવાનો છંટકાવ અને માટીની દિવાસની તિરાડો પુરી દલને સર્વેલન્સની કામગીરી કરી હતી. આરોગ્ય વિભાગની ટીમે બંને ગામના જે જગ્યા કેસ મળી આવ્યા હતો. તે ફળીયાના આસપાસના ઘરોમાં બાળકો સહિત તમામ હેલ્થ ચેક અપ કરતાં એક પણ અન્ય ચાંદીપુરમનો લક્ષણ મળી આવ્યો ન હોત. ત્યારે આ ચાંદીપુરમ વાઈરસની કોઇ રસી ન હોવાથી તેમાં સાવચેતી જરૂરી છે.
માટીની દીવાલમાં રેતાળ માંખી ઇંડા મુકે છે
સેન્ડ ફ્લાય મકાનની તિરાડોમાં જોવા મળે છે. જેથી સાવચેતીના ભાગરૂપે કાચા અને પાકા મકાનની તિરાડો પુરી દેવી જોઇએ. આ ઉપરાંત બાળકને આખા કપડાં પહેરાવવા પણ જરૂરી બની જાય છે. રાત્રે સુતી વખતે મચ્છર દાનીનો ઉપયોગ કરવો પણ જરૂરી છે. ચાંદીપુરમ માટે કોઇ રસી ઉપલબ્ધ ન હોવાથી તેના માટે સાવચેતી રાખવી ખુબ જ જરૂરી બની જાય છે. સામલી બેટીયા અને સણસોલી ગામમાં આસપાસ મેલેથિન પાઉડરના છંટકાવની કામગીરી હાથ ધરી છે.ચાંદીપુરમ વાઇરસનો ફેલાવો રેતાળ (સેન્ડફ્લાય)થી થાય છે. આ માંખ સામાન્ય માખથી પાંચ ગણી નાની હોય છે, પણ ઘરે ઉડતી માંખ જેવી જ દેખાય છે. આ માંખની બીજી ખાસિયત એ છે કે, ઇંડામાંથી કોશેટામાંથી માંખમાં ફેરવાયા બાદ માંડ પાંચ ફૂટ જ દૂર જાય છે. આ માંખી સૌથી વધુ ઇંડા કાચા મકાનોની તિરાડમાં આપે છે. તેથી સેન્ડફ્લાયના ઇંડાનો નાશ કરવા માટે મેલેથિન પાઉડરનો દીવાલોની તિરાડોમાં વધુ છંટકાવ કરવામાં આવે છે.
લક્ષણો હોય તો સરકારી દવાખાનામાં સારવાર લેવી
જિલ્લામાં સાદા મેલેરીયાના હાલ15 કેસ તેમજ શંકાસ્પદ ડેન્ગ્યૂના 6 દર્દ મળ્યા છે. ચાંદીપુરમ વાઇરસ 14 વર્ષ સુધીના બાળકોમાં ફેલાઇ શકે છે. 24થી 72 કલાકમાં સખ્ત તાવ આવે, ખેંચ આવે, પછી ઝાડા-ઊલ્ટી શરૂ થતાં હોય છે. તે દરમિયાન બાળક બેભાન પણ થઇ જાય છે. જો આ લક્ષણો બાળકોમાં દેખાય તો સરકારી હોસ્પિટલમાં તુરંત સારવાર લેવી જોઇએ.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.