તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:ગોધરામાં જન સાધારણ ટ્રેનમાં શંકાસ્પદ કોરોનાના દર્દીનું મોત; જનરલ કોચમાં મુસાફરની લાશ કલાકો સુધી રઝળતી રહી

ગોધરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
કોરોનાના શંકાસ્પદ દર્દીનું મોત - Divya Bhaskar
કોરોનાના શંકાસ્પદ દર્દીનું મોત

અમદાવાદથી દરભંગા જતી જન સાધારણ ટ્રેનમાં 50 વર્ષિય કોરોના શંકાસ્પદ દર્દી રાકેશ શાહ અમદાવાદથી બિહારના સમસ્તીપુર જવા ટ્રેનના જનરલ કોચમાં મુસાફરી કરતો હતો. ટ્રેનના જનરલ કોચમાં રાકેશ શાહનું વડોદરાથી ગોધરા સ્ટેશન વચ્ચે મુત્યુ થયું હતું. ગોધરા રેલવે સ્ટેશન પર ટ્રેનને ઉભી રાખી ગોધરા રેલવેને જાણ કરી હતી. મૃતક મુસાફરના ખિસ્સામાંથી કોરોના બીમારી થઇ હોવાની દવાની ચિઠ્ઠી મળી આવી હતી.

ટ્રેન એક કલાક લેટ થઈ
કોરોનાના શંકાસ્પદ દર્દીનું મોત નિપજતાં જનરલ કોચમાં કોરોના સંક્રમણ ફેલાવાની શકયતા પણ પ્રબળ બની હતી. ગોધરા રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્ટર RPF. GRP પોલીસની ટીમ ટ્રેનના કોચ ઉપર દોડી આવી હતી. બનાવને પગલે ટ્રેન એક કલાક મોડી ઉપડી હતી. સાથે રેલવે વિભાગના મહેકમી સંકલન ન હોવાના કારણે મુસાફરની લાશ કલાકો સુધી ટ્રેનના કોચમાં રઝળતી જોવા મળી હતી. મુસાફરનો મૃતદેહ ટ્રેનમાંથી નીચે ઉતારી 108 ઇમર્જન્સી સેવા દ્વારા ગોધરા સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારે અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર આરોગ્યની ટીમ કાર્યરત છતાં શંકાસ્પદ કોરોના દર્દીની મુસાફરીને લઇ સવાલો ઉઠયા હતા.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

વધુ વાંચો