તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકો પરેશાન:પંચમહાલ જિલ્લામાં ઘેરાયેલા વાદળે હાથતાળી આપી, દિવસભર ઉકળાટ, છુટા છવાયેલા વરસાદથી ખેતીને જીવતદાન

ગોધરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાનો છેલ્લા 10 વર્ષનો સરેરાશ 892 મિમી વરસાદ, ચાલુ વર્ષે સરેરાશ 336 મિમી

પંચમહાલ જિલ્લ્લામાં હજુ સુઘી અેકધારો વરસાદ ન પડતાં ઉકળાટથી લોકો પરેશાન થયા છે. જિલ્લામાં બે દિવસથી ધેરાયેલા વાદળ ન વરસતાં ગરમીમાં લોકો બફાયા હતા.જિલ્લામાં ચોવીસ કલાકમાં મોરવા(હ)માં 34 મી.મી વરસાદ તથા હાલોલમાં 21 મીમી વરસાદ સિવાય જિલ્લાના અન્ય તાલુકા કોરા રહ્યા હતા. જિલ્લામાં 10 વર્ષનો સરેરાશ 892 વરસાદ નોધાય છે. ત્યારે ચાલુ વર્ષે જિલ્લામાં 336 મી.મી સરેરાશ વરસાદ નોધાતા કુલ 38 ટકા વરસાદ પડયો છે.

ત્યારે ગત વર્ષ કરતા અોછા વરસાદને લીધે જિલ્લાના તળાવો અનુે જળાશયોમાં પીવાના પાણીનો જથ્થો રહ્યો છે. છુટક વરસાદથી 10 દિવસ સુધી ખેતીને જીવતદાન મળશે. મકાઇ સહીતનો પાક તો થશે પણ ડાંગર માટે જોઇઅે તેવો વરસાદ હજુ ન પડતાં ખેડુતો ચિતીત બન્યા છે. અેકધારા વરસાદની તાતી જરૂર છે. જિલ્લાની 1.51 લાખ હેકટરના પાકને બચાવવા મેધરાજા મન મુકીને વરસે તેવી ખેડૂતોની અાજીજી છે.

જિલ્લામાં 1 સપ્ટેમ્બર સુધી વરસાદની ઘટ(મી.મી)

તાલુકોજરૂરીયાતવરસ્યોઘટ
ઘોઘંબા696230460
ગોધરા655380275
હાલોલ983458525
જાંબુઘોડા1065549516
કાલોલ537185352
મોરવા(હ)551441110
શહેરા655247408

વિરપુર તાલુકામાં લાંબા વિરામ બાદ મેઘરાજાનુ આગમન
વિરપુર તાલુકાના પંથકમાં પાછલા ઘણા દિવસોથી કાગડોળે મેઘરાજાની વાટ જોવાતી હતી. શરૂઆતી વરસાદ બાદ લાંબો વિરામ લેતા પ્રજાજનો પરેશાની અનુભવતા હતા તો ખેડૂતો ચિંતાતુર જણાતા હતા. ખેતરોમાં ઉગેલો પાક વરસાદના અભાવે સુકાઈ રહ્યો હતો. અસહય બફારા બાદ અંતે મુશળધાર રીતે મેઘરાજાઓ વરસવાનુ શરૂ કરતા ગરમીથી રાહત મળી હતી. ગાજવીજ સાથે વરસાદનું આગમન થતા સર્વત્ર હર્ષ છવાયો હતો. તાલુકામાં બે દિવસ દરમ્યાન 41 મિમી વરસાદ નોંધાયો છે. જ્યારે સિઝનનો કુલ વરસાદ 233 મિમી નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...