તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:ગોધરામાં ભરતી પ્રક્રિયા રોકવા કમિશનરને વાંધા સાથે રજૂઆત

ગોધરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કારોબારી સ.ના ચેરમેનની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
  • મળતિયા ઉમેદવારોની ભરતી કરવા માટે અગાઉના ચીફ ઓફિસરે મહેકમ સાથે ચેડાં કરી ખોટું મહેકમ બતાવ્યું

ગોધરા પાલિકાની કારોબારી સમિતિના ચેરમેન રૂપેન મહેતાએ શનિવારે ભરતી પ્રક્રિયા રોકવા કમિશનરને વાંધા સાથે લેખિતમાં રજૂઆત કરી હતી. જેમા નગરપાલિકા ગોધરાને ગુજરાત સરકાર દ્વારા 5 જગ્યાઓ જેમાં 3 એન્જિનિયર અને 2 સેનેટરી ઇન્સ્પેકટર માટે મંજૂરી આપેલ છે. આ ભરતી નિયમોનુસાર કરવાની હોય અને તેમાં ભરતી સમિતિના સભ્યઓને ભરતી તેમજ બઢતી સમિતિમાં એજન્ડા ઉપર કામ લઈ નિયમોનુસાર જાણ કરી ભરતી કરવાની હોય પરંતુ તમામ ભરતીના નિયમોની અવગણના કરી પોતાના મળતીયા ઉમેદવારોની ભરતી કરવા માટે અગાઉના ચીફ ઓફિસરે મહેકમ સાથે ચેડા કરી ખોટું મહેકમ બતાવી ભરતી પ્રક્રિયા હાથ ધરવાની પેરવી કરી રહ્યા છે.

પોતાના મળતીયાઓને લાભ આપવાના હેતુસર ભરતી પ્રક્રિયા માઠી બાકાત રાખવાના પ્રયત્નો કરી અમોને પસંદગી સમિતિના સભ્ય હોવા છતાં મારી જાણ બાહર ભરતી પ્રક્રિયા હાથ ધરેલ છે. જેમા નગર પાલિકાના મહેકમના આંકડા ખોટા દર્શાવીને આ ભરતીની મંજૂરી લીધી છે. તથા આંકડા બહાર ન જાય તે માટે સેને.ઈન્સ. જેના છોકરાની ભરતી કરવાની હોવાથી પાલિકાના મળતીયાઓએ તેમની બદલી મહેકમ ટેબલ પર કરી આ આભાસી મહેકમ ખોટુ બનાવેલ છે. અને તેને છૂપાવવાનો પ્રયત્ન કરેલ છે.

આવા અનેક કારણોને લઇને કારોબારી સમિતિના ચેરમેને સોમવારે ચીફ ઓફિસરને લેખિતમાં જાણ કરી તા.28-07-2021ના ભરતી બઢતીના ઠરાવની તથા એજન્ડાની કોપીની માગ કરેલ છે. તથા સગાવાદ છોડી સરકારના નિયમ મુજબ નવી ભરતી કરવા વધુ એક અરજી કમિશનરને રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...