તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:વિકલાંગ અને મૃતક પત્નીના નાણાં ચાંઉ કરાતાં મુખ્યમંત્રીને રજૂઆત

સિંગવડ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મજૂરના જમા થયેલા 753 દિવસના નાણાં ઉપાડી લેવાયા
  • જિ.પં.માં રજૂઆત છતાં કાંઇ ન થતાં ઉચ્ચ કક્ષાએ અરજ

સિંગવડ તાલુકાની મુખ્ય ગણાતી સિંગવડ ગ્રામ પંચાયતમાં કેન્દ્ર સરકારની મનરેગા યોજના હેઠળ થયેલા કામોમાં સીંગવ ના રહીશ 45 ટકા વિકલાંગ તથા તેની મૃતક પત્નીના નામે ખોટા જોબ કાર્ડ બનાવી ખોટી હાજરી પુરાવીને જે તે લાભાર્થીઓની જાણ બહાર મનરેગા યોજના હેઠળના કરવામાં આવેલા કામોમાં તેઓના ખાતામાંથી બારોબાર 753 દિવસના મજૂરીના જમા થયેલા નાણાં ઉપાડી લેવાયા હોવાની જિલ્લા પંચાયતમાં અરજી કરાઇ હતી. કાર્યવાહી નહીં થતાં આ મામલે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરાઇ છે.

સિંગવડના વિકલાંગ લાભાર્થી રમેશ નરસિંહ સેલોત તથા 20 વર્ષ અગાઉ મરણ પામેલી તેની પત્ની દક્ષાબેન રમેશભાઈ સેલોત સહિત તેઓના અન્ય પરિવારજનોના ખાતામાંથી ચેકડેમ, જમીન સમતળ, માટી મેટલ રોડ તળાવ ઉંડુ કરવાનું કામ જેવા વિવિધ 11થી પણ વધુ કામોમાં વર્ષ 2010થી વર્ષ 2020 સુધી જોબ કાર્ડનો ઉપયોગ કરી 753 દિવસના મજૂરીના નાણાં બારોબાર ઉપાડી લીધા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા છે. સાથે તેઓના નામે કાઢેલા ખોટા જોબ કાર્ડ રદ કરવાની માગણી સાથે લાભાર્થી રમેશ નરસિંહ સેલોત દ્વારા મુખ્યમંત્રી સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી ન્યાયની માંગણી કરી છે.

સિંગવડમાં રહેતા રમેશ નરસિંહ સેલોત અને તેની 20 વર્ષ અગાઉ મૃત્યુ પામેલી પત્ની દક્ષાબેન રમેશભાઈ સેલોત તથા તેમના પરિવારજનોના નામે તેમની જાણ બહાર જોબકાર્ડ બનાવીને મનરેગા યોજના હેઠળના કામોમાં કુલ 753 દિવસની બોગસ હાજરી પૂરીને તેઓના ખાતામાંથી નાણાં ઉપાડયાં હોવાનો પણ આક્ષેપ કર્યો છે. તેઓના નામે રોજગારી પેટે મેળવેલા નાણાં સરકારી ચલણથી પરત જમા કરાવવા પણ માંગણી કરી છે. જ્યારે આવનાર સમયમાં યોગ્ય તપાસ ના થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

અરજીને ધ્યાને લઇ તપાસ કરાવી લઉં છુ
હાલ મારા ધ્યાને નથી છતાં અરજીને ધ્યાને લઈને અરજીની તપાસ કરાવી લઉં છું. >આર.કે મકવાણા, તાલુકા વિકાસ અધિકારી,

અન્ય સમાચારો પણ છે...