તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગણી:ગોધરા પાલિકાની કારોબારી સમિતિના ચેરમેનની ભરતી પ્રક્રિયા રોકવા રજૂઆત

ગોધરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પસંદગી સમિતિના સભ્યની જાણ બહાર થયેલ ભરતી પ્રક્રિયા

ગોધરા પાલીકાની કારોબારી સમીતીના ચેરમેન રૂપેન મહેતાઅે ભરતી પ્રક્રિયા રોકવા કમિશ્નરને વાંધા સાથે રજુઅાત કરતા જણાવ્યુ છે કે પાલિકા ગોધરાને ગુજરાત સરકાર દ્વારા 5 જગ્યાઓ ભરવા માટે મંજૂરી આપેલ છે. આ ભરતી નિયમોનુસાર કરવાની હોય અને તેમાં ભરતી સમિતિના સભ્યઓને ભરતી તેમજ બઢતી સમિતિમાં એજન્ડા ઉપર કામ લઈ નિયમોનુસાર જાણ કરી ભરતી કરવાની હોય પરંતુ તમામ ભરતીના નિયમોની અવગણના કરી પોતાના મળતીયા ઉમેદવારોની ભરતી કરવા માટે અગાઉના ચીફ ઓફિસરે મહેકમ સાથે ચેડા કરી ખોટું મહેકમ બતાવી ભરતી પ્રક્રિયા હાથ ધરવાની પેરવી કરી રહ્યા છે.

પોતાના મળતીયાઓને અંગત રીતે લાભ આપવાના હેતુસર ભરતી પ્રક્રિયા માઠી બાકાત રાખવાના પ્રયત્નો કરી અમોને પસંદગી સમિતિના સભ્ય હોવા છતાં મારી જાણ બાહર ભરતી પ્રક્રિયા હાથ ધરેલ છે. વધુમાં પસંદગી સમિતિની મિટિંગ તા.28-07-2021ના નગરપાલિકામાં રાખેલ હતી. જેમાં નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા ખોટુ મહેકમ ઉભું કરી ભરતી હાથ ધરવાની પેરવી કરતા કારોબારી અધ્યક્ષ દ્વારા મિટિંગ રદ્દ કરેલ હતી. જેનો ઠરાવ આજ દીન સુધી અમોને મળેલ નથી. જેથી નગરપાલિકાના કર્મચારીઓનું મેળાપીપણે દેખાઈ આવેલ છે.

જેથી તાત્કાલિક અસર થી સદર ખોટું મહેકમ ઉભુ કરી હાથ ધરવામાં આવેલ ભરતી પ્રક્રિયા રદ કરવા જણાવ્યુ છે. વધુમાં સરકાર દ્વારા નવા નિયમો જાહેર કરેલ હોય તે મુજબની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે તો નગરપાલિકામાં કુશળ અને પ્રમાણિક તેમજ મહેનતુ અને ખંત થી કામ કરતાં કર્મચારીઓની ભરતી થાય તો પ્રમાણિક તેમજ લાયક ઉમેદવાર ને ન્યાય મળી શકે.જેથી તમા જવાબદારો સામે ઉંડાણપૂર્વક તપાસ કરી કરાવી ન્યાયના હિતમાં નિર્ણય લેવા તેવી માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...