તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:સરકારી યોજનામાં ભ્રષ્ટાચાર કર્યો હોવાની આક્ષેપની રજૂઆત

ગોધરા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • DDOને તપાસ કરી ખોટું કરનાર સામે કાર્યવાહી કરવા અરજ

મહેલોલના કેટલાક લાભાર્થીઅોઅે તેમને સરકારી યોજનાઅોનો પુરેપુરો લાભ નહી મળીને પંચાયત સભ્ય અને કોન્ટ્રાકટરની મીલીભગતથી અમને યોજનાનો લાભ ન અાપીને લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાની અાક્ષેપ કરતી લેખીત રજુઅાત ડીડીઓને કરી હતી. મહેલોલના ગ્રામજનોઅે જણાવેલ કે અમે રજુઅાત કરનાર લાભાર્થીઅોને અાવાસ, જાજરૂ કે કેટલ શેડનો લાભ મળેલ નથી.

અમારી સહીનો અંગુઠા કરી બારોબાર લાખો રુપિયા ચાંઉ કરી દીધાનો અાક્ષેપ કર્યો હતો. અમને હજુ સુઘી યોજનાનો પુરેપુરો લાભ મળેલ નથી છતાં સરકારના દફતરે કમ્પ્લીમેન્ટ બતાવે છે. અા લોકો અમને જાનથી મારવાની ધમકીઅો પણ અાપે છે. જે માથાભારે અને રાજકીય વગ ધરાવે છે. લેખિત રજુઅાત સાથે સોંગધનામા કરીને જિલ્લા વિસકાસ અધીકારીને યોગ્ય તપાસ કરીને જવાબદારો સામે કાર્યવાહી કરવાની અરજ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...