તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇનોવેશન:ગોધરાની રામપુર ફાર્મસીના વિદ્યાર્થીઓ દ્વારા ડ્રગ પરીક્ષણ માટે સોફટવેર બેઇઝ મશીન બનાવાયું

ગોધરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
રામપુરા ફાર્મસી કોલેજના વિધાર્થીઓએ બે વર્ષની મહેનત બાદ ડ્રગ પરીક્ષણ માટે  અલગ પ્રકારનું મશીન બનાવ્યું હતું. - Divya Bhaskar
રામપુરા ફાર્મસી કોલેજના વિધાર્થીઓએ બે વર્ષની મહેનત બાદ ડ્રગ પરીક્ષણ માટે અલગ પ્રકારનું મશીન બનાવ્યું હતું.
  • બે વર્ષની મહેનત બાદ ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓ 1 લાખમાં મશીન બનાવીને પેટન્ટ માટે મોકલશે
  • મશીનથી નવી દવાની અસર કેટલા સમયમાં થાય છે તેનું ચોક્કસ રીઝલ્ટ મળશે

ગોધરાની રામપુરા ફાર્મસી કોલેજના વિધાર્થીઓ દ્વારા બે વર્ષની મહેનત બાદ ડ્રગ પરીક્ષણ માટે વપરાતા ઓર્ગન બાથ મશીનને ડિજિટલી સોફ્ટવેર મોડીફાઈડ કરીને અલગ પ્રકારનું મશીન બનાવવામાં આવ્યું છે, જેની મદદથી પ્રિ-ક્લિનિકલ ટેસ્ટમાં ચોક્કસ અને ઝડપી પરિણામ મેળવી શકાશે, સાથે સાથે પ્રાણીઓના ટીશ્યુંનો પણ બગાડ અટકશે, અંદાજે એક લાખ રૂપિયામાં તૈયાર થયેલું મશીન હાલ પેટન્ટ માટે રજૂ કરવામાં આવ્યું છે.

ફાર્મસીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સૌથી અગત્યની બાબત છે, ડ્રગ ટેસ્ટિંગ, ફાર્મસીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા પ્રાણીઓના ટિશ્યુંની ઓર્ગન બાથ મશીનની મદદથી વિવિધ દવાઓનું પરીક્ષણ કરવામાં આવતું હોય છે, ત્યારે આ પરીક્ષણ દરમ્યાન નિષ્ફળતાની પણ સંભાવના રહેલી છે. આ સંભાવના કેટલાક બાહ્ય કારણોને લીધે ઉદભવતી હોય છે, જેમ કે હવાની અસર, ફાર્મસીના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતા આ ટેસ્ટને પ્રિ-ક્લિનિકલ ટેસ્ટ કહેવામાં આવે છે. અત્યાર સુધી આ પ્રિ-ક્લિનિકલ જૂની પદ્ધતિ મુજબ સામાન્ય ઓર્ગન બાથ નામના મશીન દ્વારા કરવામાં આવતો હતો. જેમાં ટિશ્યું પર હવા લાગતાં પરપોટા બની જતા હતા અને ટીશ્યું નાશ પામતા હતા, જેને લઇને પરીક્ષણમાં ચોક્કસ પરિણામ મેળવી શકાતું ન હતું.ત્યારે ગોધરા તાલુકાના રામપુરા ફાર્મસી કોલેજના વિધાર્થીઓ દ્વારા પ્રિ-ક્લિનિકલ ટેસ્ટ માટે કંઇક અલગ કરવાનું વિચાર્યું હતું.

વિદ્યાર્થીઓ દ્વારા તેના માટે વર્ષ 2018 થી મહેનત કરીને મશીન બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી, અને 2020 ના અંત સુધીમાં વિદ્યાર્થીઓને પ્રિ-ક્લિનિકલ ટેસ્ટ માટે મોડિફાઇડ ઈમેજ ઓર્ગન બાથ બનાવવામાં સફળતા મળી છે. વિદ્યાર્થીઓ દ્વારા સામાન્ય અને પરંપરાગત ઓર્ગન બાથને ડિજિટલ સોફટવેરનો ઉપયોગ કરીને મોડીફાઈડ કરવામાં આવ્યું છે. હાલ મોડિફાઈડ ઓર્ગન બાથમાં ડ્રગ પરીક્ષાનું ચોક્કસ અને ઝડપી પરિણામ મેળવી શકાય છે.

મહત્વની વાત એ છે કે ચોક્કસ પરિણામ મળવાને કારણે પ્રાણીઓના ટીશ્યું તેમજ આંતરિક અવયવોનો ઉપયોગ પણ ઘટયો છે.પરીક્ષા દરમ્યાન પણ મોડીફાઈડ ઓર્ગન બાથનો ઉપયોગ કરીને ચોક્કસ પરિણામ મેળવી શકાશે. જેને લઇને વિદ્યાર્થીઓના પરિણામમાં પણ સુધારો જોવા મળશે.

હાલ બે વર્ષની મહેનતના અંતે ફાર્મસીના વિદ્યાર્થીઓને મોડીફાઈડ ઓર્ગન બાથ બનાવવામાં અંદાજે 50 હજારથી લાખ રૂપિયાનો ખર્ચ આવ્યો છે. પરંતુ જો આ મશીન મોટાપાયે બનાવવામાં આવે તો આ મશીન લગભગ 5 હજારથી 10 હજાર રૂપિયામાં તૈયાર થઈ શકે છે. મોડીફાઈડ ઓર્ગન બાથના ઉપયોગથી ફાર્મસી ઇન્ડસ્ટ્રીમાં મોટો સુધારો આવશે. બીજી તરફ શૈક્ષણિક સંસ્થાઓમાં રિસર્ચ કરતા વિધાર્થીઓની મુશ્કેલીઓ પણ હળવી થશે.હાલ રામપુરા ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા મોડીફાઈડ ઓર્ગન બાથ મશીનને પેટન્ટ માટે રજૂ કરવામાં આવ્યું છે.

અમે સોફ્ટવેર મોડિફાઈડ કરીને અલગ પ્રકારનું મશીન બનાવ્યું છે
અમે થર્ડ ઇયરમાં પ્રકેટીકલ એસેબલ સેટઅપમાં થતા ન હતા. બહુ મુશ્કેલી પડતી હતી. ટીશ્યુના રીસ્પોન્સ મળતા નહતા. જેથી હાલ જમાનો ડીઝીટલીનો છે તો અમે ઓર્ગન બાથ મશીનને ડિજિટલી કરવાનુ નક્કી કરીને અમે સોફ્ટવેર મોડીફાઈડ કરીને અલગ પ્રકારનું મશીન બનાવવામાં આવ્યું છે. જેનાથી ચોક્કસ પરિણામ મેળતા થયા. અમે આ મશીન બનવવામાં એક લાખ જેટલો ખર્ચ થયો હતો. >હેતલ સુથાર, મોડીફાઈડ ઓર્ગન બાથ તૈયાર કરનાર વિદ્યાર્થિની

ઓછા ભાવે બજારમાં મુકીશું
અમારી કોલેજના વિદ્યાર્થીઓની ટીમે ડીવાઈઝમાં સોફટવેર ઇન્સ્ટોલ કરીને મોડીફાઇ વર્જન બનાવ્યુ છે. પહેલા મોડીફાઇટ મશીનથી બરાબર રીઝલ્ટ આવતું ન હતુ. પણ ડીવાઇઝને મોડીફાઇડ કરીને સોફટવેર ઇન્સ્ટોલ કરીને એકયુરેટ રિજલ્ટ મળતા થયા છે. આ ડીવાઇસથી દવાની અસર કેટલા સમયમાં થયા તેની જાણ થયા છે. ઓછા ભાવે બજારમાં મુકીશું જેથી નવી દવાઓની અસર વહેલી ખબર પડી જશે >ડૉ. સુરેન્દ્ર જૈન, પ્રોફેસર, રામપુરા ફાર્મસી કોલેજ

અન્ય સમાચારો પણ છે...