વિદ્યાર્થીઓ વતન પરત:ગોધરા આવેલા વિદ્યાર્થીઓએ કડકડતી ઠંડીમાં 40 કિ.મી. ચાલી સરહદ પાર કરી

ગોધરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગોધરા પરત આવેલો મહર્ષિ પંડયા. - Divya Bhaskar
ગોધરા પરત આવેલો મહર્ષિ પંડયા.
  • 12 કલાક ચાલતા ફક્ત સવાર- સાંજ એક એક બિસ્કિટથી પેટ ભર્યું, ઓપરશેન ગંગા હેઠળ ગોધરામાં ચાર વિદ્યાર્થીઓ આવ્યા

યુક્રેન અને રશિયા વચ્ચે યુધ્ધના લીધે ભારતીય મેડીકલ વિદ્યાર્થીઅો યુક્રેન ફસાયા હતા. ગોધરાના મહર્ષિ પંડયા પણ ટોનીફોલ શહેરથી બસ દ્વારા યુક્રેન-પોલેન્ડ બોર્ડર સુધી અાવ્યા બાદ પોલેન્ડની છેલ્લી બોર્ડર સુધી 40 કી.મી કડકડતી ઠંડીમાં ચાલ્યા હતા. ગોધરાના વિદ્યાર્થી સાથે ગુજરાતના અન્ય 10 વિદ્યાર્થીઅોને ચાલતા 12 કલાક લાગ્યા હતા.

રસ્તામાં ખાવા ન મળતાં બે બિસ્કીટના પેકેટમાંથી ગોધરાના વિદ્યાર્થીના ભાગમાં સવાર સાંજ 1-1 બિસ્કીટ અાવતાં તે ખાઇને દીવસો પસાર કર્યા હતા. પોલેન્ડના ભારતીય અેમ્બેસીના બહુ સારો સપોર્ટ મળ્યો હતો.બોર્ડર ક્રોસ કર્યા બાદ અેમ્બેસી દ્વારા જમાડીને અોપરેશન ગંગા હેઠળ અમને છેલ્લે પ્લેનમાં દિલ્લી સુધી મુકવા અાવ્યા હતા. અમે ભારતીય અેમ્બેસી, ભારત સરકાર અને ગુજરાત સરકારનો અાભાર માનીયે છીઅે.

અન્ય સમાચારો પણ છે...