તપાસ:ક્રિકેટનો સટ્ટો પકડવા જતાં સ્ટેટ વિજિલન્સને દારૂ મળ્યો

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રૂ. 14 હજારના મુદ્દામાલ સાથે 3 સામે ગુનો દાખલ

ગાંધીનગરની સ્ટેટ વીજીલન્સ પોલીસને બાતમી મળી કે ગોધરાના ભુરાવાવ વિસ્તારમાં હરીકૃષ્ણ નગરના એક મકાનમાં લેપટોપ અને મોબાઇલથી ક્રીકેટ બેટીંગની એપ્લીકેશનનો ઉપયોગ કરીને આઇપીએલની મેચનો હાર જીતનો ક્રીકેટનો સટ્ટો રમાડી રહ્યા હોઇ મકાનમાં છાપો મારતા ક્રીકેટનો સટ્ટોની તપાસ કરતાં રસોડામાંથી બિયરના 20 નંગ મળ્યા હતા.

વિજીલન્સ પોલીસને ફક્ત બિયરનો જથ્થો મળતા દારુનો જથ્થો, બે મોબાઇલ કબજે કર્યા હતા.પોલીસે રામચંદ્ર દાલુમલ ભાગચંદાણીને બીયર વિશે પુછતાં તેને બિયરનો જથ્થો બહારપુરા વિસ્તારમાં રહેતા ચમન પાસેથી મારા પુત્ર અશોક લઇને આવ્યાનું જણાવતા ગોધરાના એ ડીવીઝન પોલીસ મથકે રામચંદ દાલુમલ ભાગચંદાણી, અશોક રામચંદ ભાગચંદાણી તથા ચમન નામના ઇસમ વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...