આત્મનિર્ભર ગ્રામ રથયાત્રા:ઓરવાડા ખાતે આત્મનિર્ભર ગ્રામ રથયાત્રાનો રાજ્યકક્ષાનો સમાપન સમારોહ યોજવામાં આવ્યો

ગોધરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
ત્રણ દિવસીય આત્મનિર્ભર ગ્રામ રથયાત્રા શનિવારે પૂર્ણ થઈ. - Divya Bhaskar
ત્રણ દિવસીય આત્મનિર્ભર ગ્રામ રથયાત્રા શનિવારે પૂર્ણ થઈ.
  • જિલ્લામાં 122 કરોડથી વધુ મૂલ્યનાં 5493 વિકાસકાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્ત

રાજ્યભરની 10,600થી વધુ ગામોની 1090 જિલ્લા પંચાયત બેઠકોને આવરી લઈ છેવાડાના દરેક માનવી સુધી યોજનાકીય લાભો અને માહિતી પહોંચાડતી ત્રણ દિવસીય આત્મનિર્ભર ગ્રામ રથયાત્રા શનિવારે પૂર્ણ થઈ હતી.

ઓરવાડા ખાતે ગ્રામ વિકાસ અને ગ્રામગૃહ નિર્માણ મંત્રી (કેબિનેટ) અર્જુનસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને અને આરોગ્ય રાજ્યમંત્રી નિમિષાબેન સુથારની પ્રેરક ઉપસ્થિતમાં યોજાયો હતો. સમાપન સમારોહના અધ્યક્ષસ્થાનેથી બોલતા કેબિનેટમંત્રી અર્જુનસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે ગુજરાતના દરેક ગામડા સુધી વિકાસના સુફળ પહોંચાડવાના હેતુથી યોજાયેલ આ આત્મનિર્ભર ગ્રામરથ યાત્રા આજે સમાપ્ત નથી થઈ રહી. પરંતુ અવિરત ચાલુ રહેતી વિકાસયાત્રા બની રહેવાની છે. આ ત્રણ દિવસીય અભિયાન અંતર્ગત જિલ્લામાં 122 કરોડથી વધુ મૂલ્યનાં 5493 જેટલા વિકાસકાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆત મંત્રીએ દેશ કાજે શહીદી વહોરનાર ઓરવાડા ગામના સપૂત સ્વ. સુનિલભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી. કાર્યક્રમમાં 15 લાભાર્થીઓને આવાસની પ્રતીકાત્મક ચાવી આપી આવાસોનું લોકાર્પણ કરાયું તેમજ 20 સખીમંડળોને વિવિધ યોજનાઓ હેઠળ આર્થિક સહાયનું વિતરણ સ્ટેજ પરથી કરાયું હતું. ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજીએ જિલ્લામાં હાથ ધરાયેલ વિકાસકાર્યોની વાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...