તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભરતી:પંચમહાલ જિલ્લામાં આજથી 5 સ્થળે વિનામૂલ્યે ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ

ગોધરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તા.6જૂન થી તા.20 જુલાઇ 2021 સુધી ઓનલાઇન અરજી કરી શકાશે
  • લશ્કરી ભરતી મેળામાં ભાગ લેવા સુવિધા, અરજી કરેલા ઉમેદવારોને જ પ્રવેશ મળશે

ગોધરા કનેલાવ કનેલાવ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે તારીખ 5 થી તારીખ 22 અોગષ્ટ દરમ્યાન ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના પુરૂષ ઉમેદવારો માટે લશ્કરી ભરતી મેળો યોજાશે. ભરતી મેળામાં ભાગ લેવા ઈચ્છતા ઉમેદવારોએ ભારતીય સેનાની વેબસાઇટ www.joinindianarmy.nic.in પર તારીખ 6 જુન 2021 થી 20 જુલાઇ 2021ના સમયગાળા દરમ્યાન ઓનલાઇન અરજી કરવી ફરજિયાત છે.

ઓનલાઈન અરજી કરવા માટે સ્માર્ટફોન-કમ્પ્યુટર કે ઈન્ટરનેટ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ ન હોય કે ઓનલાઈન અરજી માટે મૂંઝવણ અનુભવતા જિલ્લાના ઉમેદવારો માટે કલેક્ટર અમિત અરોરાના માર્ગદર્શન હેઠળ તંત્ર દ્વારા એક પહેલ અંતર્ગત જિલ્લામાં 5 હેલ્પ સેન્ટર શરૂ કરી વિના મૂલ્યે ઓનલાઈન રજીસ્ટ્રેશનની સેવા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ પાંચ કેન્દ્રોમાં (1) આઈટીઆઈ, ગોધરા. (૨) બી આર સી ભવન, મોરવા, (૩) શ્રીમતી એસ જે દવે સાર્વજનીક હાઈસ્કુલ, શહેરા, (4) સરકારી પોલીટેકનીક કોલેજ, હાલોલ તથા (૫) બી આર સી ભવન ,ઘોઘંબા ખાતે અાજથી આ કેન્દ્રો કાર્યરત થશે. ઓનલાઈન અરજી માટે ઉમેદવારે પોતાના અભ્યાસના તમામ ડોક્યુમેન્ટ, આધાર કાર્ઙ, પાસપોર્ટ સાઈઝના તાજા પડાવેલા ફોટા ,ઈમેલ આઈડી, મોબાઇલ નંબર જેવી વિગતો અને દસ્તાવેજો પોતાની સાથે રાખવાના રહેશે.

તમામ કેન્દ્રોના સુચારુ સંચાલન માટે કેન્દ્ર દીઠ એક નોડલ અધિકારીની નિમણુંક કરવામાં આવી છે તેમજ શિક્ષકો અને આઈ.ટી.આઈ.ના કર્મચારીઓને રજીસ્ટ્રેશન કામગીરી સોંપવામાં આવી છે. વધુ માહીતી અને માર્ગદર્શન માટે રોજગાર કચેરી ગોધરાના હેલ્પલાઈન નંબર 02672241405 પર સંપર્ક કરવા અને ઉપર જણાવેલા સેન્ટરની રૂબરૂ મુલાકાત લઈ શકાશે.

અન્ય સમાચારો પણ છે...