તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લ્યો બોલો:રિછોમાં પાણી ભર્યાના ગણતરીના કલાકોમાં સ્ટેન્ડ પોસ્ટ જમીનદોસ્ત, કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો લોકોનો આક્ષેપ

ગોધરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પાણીની ટાંકી જમીનદોસ્ત થઈ ગઈ તે તસવીર. - Divya Bhaskar
પાણીની ટાંકી જમીનદોસ્ત થઈ ગઈ તે તસવીર.
 • અડાદરા ગ્રામ પંચાયત દ્વારા 15 દિવસ પહેલાં બનાવાઇ હતી

અડાદરા ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ રિછો ગામમાં 15 દિવસ અગાઉ ગ્રામ પંચાયત દ્વારા પાણીની ટાંકી (સ્ટેન્ડ પોષ્ટ) બનાવવામાં આવેલ હતી. સ્ટેન્ડ પોષ્ટની પાણીની ટાંકી પાણી ભરતા ગણતરીના કલાકમાં જ ધરાશાય થઈ ગઈ અને પ્લાટીકની ટાંકી પણ તૂટી જવા પામી છે. જેને કારણે સ્ટેન્ડ પોષ્ટની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથેની ચર્ચાએ ગામમાં જોર પકડ્યું છે.

આ કામમાં પંચાયત તેમજ તલાટી દ્વારા હલકી ગુણવત્તાવાળુ મટીરીયલ વાપરીને સરકારની ગ્રાન્ટનું મોટું કૌભાંડ આચરેલ છે. પંચાયત દ્વારા કરવામાં આવેલ અન્ય વિકાસના કામોની તપાસ કરવાની અને આ જગ્યાએ ફરી વહેલી તકે પાણીની ટાંકી બનાવવામાં આવે તેવી ગ્રામજનોની માગ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો