20 એપ્રિલે દાહોદ ખાતે વડાપ્રધાન વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ કરવાના છે. વડાપ્રધાન સાથે પંચમહાલના રૂ. 239 કરોડના વિકાસના કામોનું ઇ- લોકાપર્ણ કરશે. ભાજપ દ્વારા દાહોદ ખાતે વડાપ્રધાનના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મેદની એકઠી કરવા મીટીંગોનો દોર ચાલુ કર્યો છે. વડાપ્રધાનના કાર્યક્રમમાં પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટાઉદેપુર સહીતના જિલ્લામાંથી કાર્યકરોને લાવવા રાજયની અલગ અલગ ડેપોની 2800 બસો ફાળવી હોવાનું એસટી વિભાગ જણાવી રહ્યું છે.
રૂપિયા 239 કરોડના 6 કામોનું ઇ-લોકાપર્ણ
તાલુકાના ગામોમાંથી કાર્યકરોને બસો દ્વારા કાર્યક્રમ સ્થળ પર પહોંચાડશે. રાજયની 2800 જેટલી બસો કાર્યક્રમમાં જશે તો રાજયના અનેક રૂટ પર અસર પડશે. વડાપ્રધાન દાહોદથી પંચમહાલના રૂ 239 કરોડના 6 કામોનું ઇ-લોકાપર્ણ કરશે. જેમાં જિલ્લાના 426 ગામોમાં 75.24 કરોડના ખર્ચે બનેલા પ્રધાનમંત્રી આવાસોનું લોકાપર્ણ વડાપ્રધાન કરશે. સાથે કાલોલમાં 22.99 કરોડના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ટ ભુગર્ભ ગટર યોજના, પાવાગઢ ખાતે 53.72 કરોડના ખર્ચે નવીન બનેલ પગથિયા સહીતના કામો, 80.21 કરોડના નલ સે જળના 207 પુર્ણ થયેલ કામો, હાલોલ ખાતે પોલ્યુલશ કટ્રોલ બોર્ડના 4.96 કરોડના ખર્ચે બનેલ બિલ્ડીંગ તથા ગોધરા પોલીટેકનીકલ કોલેજ ખાતે 2.80 કરોડનું બનેલ એમીનીટી સેન્ટરનું ઇ- લોકાર્પણ કરશે.
પંચમહાલના 239.92 કરોડના 6 વિકાસના કામોનું વડાપ્રધાન 20 એપ્રિલે પ્રધાનમંત્રી ઇ-લોકાપર્ણ કરશે તે કાર્યક્રમમાં જિલ્લામાંથી એક લાખ કરતાં વધુ કાર્યકરો જશે. આ કાર્યક્રરોને એક હજાર જેટલી એસટી બસોનો દ્વારા જિલ્લામાંથી દાહોદ ખાતે લઇ જશે.
સંગઠનને 1.50 લાખ કાર્યકરોને લઇ જવાનો ટાર્ગેટ આપ્યો
પંચમહાલ ભાજપના સંગઠનને દાહોદ ખાતે વડાપ્રધાનના કાર્યક્રમમાં લાવવા 1.50 લાખ કાર્યકરોને ટાર્ગેટ આપ્યો છે. જેને પહોંચી વળવા ભાજપ કામે લાગી ગયું છે. વિધાનસભા દીઠ મિટિંગો કરીને દાહોદ જવા માટે કાર્યકરોના નામની યાદી તૈયાર કરી છે. અત્યાર સુધી 80 હજાર નામોની મોબાઇલ સાથેની યાદી પ્રદેશ કક્ષાએ મોકલી આપી છે. જયારે જિલ્લા ભાજપ પ્રમુખે જણાવ્યું કે 1 લાખથી વધુ કાર્યકરો દાહોદમાં વડાપ્રધાનના કાર્યક્રમમાં લઇ જઇશું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.