ભાજપનું નૂતન વર્ષ સ્નેહ મિલન સંમેલન:2022 સુધીમાં દરેક ઘર સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચે તેનું નક્કર આયોજન

ગોધરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગોધરામાં મુ.મંત્રીની હાજરીમાં ભાજપનું નૂતન વર્ષ સ્નેહ મિલન સંમેલન

ગોધરાના મહેંદી બંગલો ખાતે ભાજપના નૂતન વર્ષ સ્નેહ મિલન સંમેલનમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ હાજરી અાપી હતી. મુખ્યમંત્રીઅે જણાવ્યુ હતુ કે ભલે હું મુખ્યમંત્રી બન્યો છું, પણ હું હજુ પણ પક્ષનો કાર્યકર્તા છું. કાર્યકર્તાએ પક્ષનો પાયો છે. આ પાયા વિના કોઇ પણ કાર્યની સિદ્ધિ શક્ય નથી. અગાઉ કોગ્રેસની સરકારોમાં ફક્ત બોલાતું હતું, કામ કંઇ થતું ન હોતું. પરંતુ ભાજપનાં શાસનમાં જે બોલાય છે, તેની નક્કર કામગીરી દ્વારા લોકો સુધી પહોંચતું કરાય છે. પ્રધાનમંત્રીએ નલ સે જલ યોજના થકી દરેક ઘર સુધી પીવાનું શુદ્ધ પાણી મળે એ માટેની નેમ વ્યક્ત કરી છે. અંતર્ગત 1.57 લાખ ઘરો સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચી ગયું છે. બાકી રહેલા ઘરોમાં પણ 2022 સુધીમાં પહોંચતું કરવાનો દ્વઢ નિર્ધાર છે.

અહીં ખેડૂતો માટે સિંચાઇ સુવિધા વધારવાની વાત હોય કે મેડીકલ કોલેજ શરૂ કરવાની હોય રાજ્ય સરકાર એ દિશામાં નિષ્ઠા સાથે કાર્યરત છે. મુખ્યમંત્રીઅે જણાવ્યુ કે વિધાનસભાની તમામ 182 બેઠકો પર વિજય મળવાનો મને વિશ્વાસ છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકતાઓને એટલું જ કહીશ કે જે-જે કામો બાકી રહ્યાં છે તે મારા સુધી પહોંચાડો.

રાઉલજી હજુ પણ વિરોધ કરવાનું ભૂલ્યા નથી
સમારોહમાં ગોધરાના ધારાસભ્ય ખેડૂતોને સિચાઇનું પુરુ પાણી ન મળતાં ખેતીનો પાક અોછો થયા છે. જેને લઇને ધારાસભ્ય સી.કે.રાઉલજીઅે મંચ પર મુખ્યમંત્રની હાજરીમાં હાલ થતી ખેતીથી નાના મકાઇ ડોડા થયા છે. જો સરકાર 275 કરોડ રૂપીયા યોજના માટે અાપશે તો મકાઇના મોટા ડોડા થશે તેમ કહીને નાના મકાઇના ડોડા અને મોટા મકાઇના ડોડા બતાવતાં કાર્યકરોઅોઅે તાળીઅો પાડી હતી. જયારે મુખ્યમંત્રીઅે તેમના સંબોધનમાં સી.કે.રાઉલજી હજુ પણ વિરોધ કરવાનું ભુલ્યા નથી તેવી રમુજી કરતાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતુ.

પોલીસે કાર્યકરોના કાળા માસ્ક ઉતારાવી દીધા
ભાજપના સ્નેહ મિલનમાં મુખ્યમંત્રી અાવવાના હોવાથી પોલીસે કાર્યક્રમમાં જતા કાર્યકરોનું ચેકીંગ કરીને અંદર પ્રવેશ કરાવ્યો હતો. હાજરી અાપતા કેટલાક લોકોના કાળા માસ્ક પહેરીને અાવતા તેઅોના માસ્ક ઉતારી દેવામાં અાવ્યા હતા. જેથી કાળા માસ્કનો ઢગલો થયો હતો. કાર્યક્રમમાં કાળા માસ્કથી વિરોધ કરે તેવી અાશંકાઅે કાળા કલરના માસ્ક ઉતારાઇ દેવામાં અાવ્યા હતા. કાળા રંગના માસ્ક અંગે સરકારનું કોઈ પણ પ્રકારનું નોટીફિકેશન નહીં હોવા છતાં પોલીસે માસ્ક ઉતારાવી દીધા હતા. જેને લઈ પોલીસની પણ આ પ્રકારની કામગીરી ભારે ચર્ચામાં રહી હતી.

લુણાવાડામાં ભાજપાનો સ્નેહ મિલન કાર્યક્રમ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે મંગળવારે મહિસાગર જિલ્લામાં ભાજપ દ્વારા યોજાયેલા સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કાર્યકર્તાઓને ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે ભાજપના કાર્યકર્તા એ પ્રજાની વચ્ચે જઈને કામ કરવા ટેવાયેલા છે, તેથી જ કાર્યકર્તાના કાર્યને પ્રાથમિકતા આપવાની જવાબદારી અમારી છે. કાર્યકર્તાઓના કાર્યને બિરદાવી સારો કાર્યકર્તા એ સારો નેતા બની શકે છે, વ્યક્તિને ગમે તેટલો મોટો હોદ્દો મળે તો પણ તેણે તેનામાં રહેલા કાર્યકર્તાને મરવા દેવો ન જોઈએ તેમ જણાવી પાર્ટી જે કાર્ય સોંપે તે કાર્યને નિષ્ઠાથી કરવા અપીલ કરી હતી. જિલ્લાના પ્રભારી ને રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુન સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટી નું શાસન છે, ત્યારે છેવાડાનો માનવી રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના લાભથી વંચિત રહી ન જાય અને તેમના હકનું તેમને મળે તે માટે ભાજપના કાર્યકરો એ કામે લાગી જવા માટે અપીલ કરી સૌને નૂતન વર્ષના અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...