આવેદન:સુરતની ઘટનાના વિરોધમાં જવાબદાર પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવા માટે સૂત્રોચ્ચાર

ગોધરા3 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરતમાં યુનિવસિર્ટીમાં ગરબા રમવાના મુદ્દે પોલીસ આવીને ગરબા બંધ કરાવીને વિદ્યાર્થીઓને માર મારવાના બનાવના પડઘા ગોધરા સુધી પહોંચ્યા હતા. ગોધરામાં એ.બી.વી.પી.ના કાર્યકરોએ એકત્રિત થઈ પંચમહાલ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી ભારે સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

એબીવીપીના કાર્યકરોએ જવાબદાર પોલીસ કર્મીઓને 24 કલાકમાં સસ્પેન્ડ કરવા આવે તેવી માગ કરીને સૂત્રોચ્ચાર કર્યા હતા. જે રીતે વિદ્યાર્થીઓ પર સુરત ઉમરા પોલીસ દ્વારા ગુંડાગર્દી કરવામાં હતી જેને લઈ એ.બી.વી.પી.ના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળે છે. સરકાર દ્વારા વિદ્યાર્થીઓની માગને સ્વીકારવામાં નહીં આવે તો સુરત પોલીસ કમિશનરનો ઘેરાવ કરવાની પણ ચીમકી ઉચ્ચારી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...