સેમિનાર:શ્રી ગોવિંદ ગુરુ યુનિ. - રાજ્ય મહિલા આયોગનો સેમિનાર

ગોધરા3 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગોધરાની શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીના કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ લીલાબેન અંકોલીયાના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા પોલીસ અધિક્ષક ર્ડો. લીના પાટીલની ઉપસ્થિતિમાં મંગળવારના રોજ એક દિવસનો સેમિનાર યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થિનીઓ હાજર રહ્યા હતા.

આ અંગે મીડિયા સેલના કન્વીનર અજયભાઇ સોનીએ જણાવ્યું હતું કે આમંત્રિત મહાનુભવો દ્વારા દિપ પ્રાગટ્ય કરી સેમિનારની શરૂઆત કરવામાં આવી હતી. સેમિનારની શરૂઆતમાં જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે મહિલાઓને કાયદાની જાણકારી ખુબજ જરૂરી છે અને મહિલાની શારીરિક છેડતીના ગુના સાથે મહિલાનો પીછો કરવો, સોશિયલ મીડિયા દ્વારા મેસેજ મોકલવા તે પણ એક ગુનો જ છે. દરેક જિલ્લામાં મહિલા પોલીસ મથક, 181 અભયમ્, હેલ્પ ડેસ્ક જેવા સેન્ટર પર જઇને ફરિયાદ આપી શકાય છે. ગુજરાત રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ લીલાબેન અંકોલીયાએ રાજ્ય મહિલા આયોગ દ્વારા જણાવ્યું હતું કે આવા સેમિનારથી મહિલાઓ બંધારણમાં આપેલા પોતાના હકોથી વાકેફ થઈ છે. રાજ્યમાં મહિલાઓના રક્ષણ માટે 270 નારી અદાલતોની રચના કરાઇ છે. આયોગ દ્વારા 40,000 કેસોમાં સુખદ સમાધાન કરવામાં આવ્યું હોવાનું તેમણે ઉમેર્યું હતું .

અન્ય સમાચારો પણ છે...