ભાસ્કર વિશેષ:ગોધરાની શ્રી ગોવિંદ ગુરુ યુનિ. દ્વારા વિંઝોલમાં પોષણયુક્ત આહારની કિટનું વિતરણ કરાયું

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાળકો સુપોષિત ન થાય ત્યાં સુધી આહારની કિટ અપાશે - કુલપતિ

ગોધરાની ગોવિંદ ગુરૂ યુનિ.ના દ્વિતિય કુલપતિ પ્રતાપસિંહ ચાૈહાણની અધ્યક્ષતામાં એકેડેમિક તથા અેક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠક મળી હતી. જેમાં બજેટ સહીત વિવિધ એજન્ડા પર ચર્ચા કરવામાં અાવી હતી. ખાસ કરીને તાજેતરમાં વડાપ્રધાનની મન કી બાતના કાર્યક્રમના માધ્યમથી સુપોષણ માટે પ્રભાવશાળી લડત આપવાનું આહવાન કરતા સુપોષણ અભિયાન જન આંદોલન બને તે માટે યુનિ.અે દત્તક લીધેલા ગદુકપુર અને વિંઝોલમાં અતિકુપોષિત બાળકોને દત્તક લેવા માટે યુનિના કુલપતિ પ્રતાપસિંહ ચાૈહાણ દ્વારા અાહ્વાન કરવામાં અાવ્યુ હતુ.

જે અંતર્ગત અારોગ્ય વિભાગ પાસેથી બંન્ને ગામોમાં અતિકુપોષિત બાળકોની યાદી મંગાવી 32 અતિકુપોષિત બાળકોને દત્તક લેવામાં અાવ્યા છે. અા દત્તક બાળકોને પોષણયુક્ત આહારની કીટનું વિતરણ તા.14 અેપ્રિલે ગોવિંદ ગુરુ યુનિ.ના કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં ગોવિંદગુરુ યુનિ.ના EC સભ્ય કુલદીપસિંહ સોલંકી, EC સભ્ય તથા મીડિયા સેલના કન્વીનર ડૉ. અજયભાઈ સોની, શ્રી ગોવિંદગુરુ યુનિ.ના ટ્રાયબલ ચેરના કો-ઓર્ડીનેટર ડૉ. મહેશભાઇ રાઠવા, ચીફ ફાર્મસિસ્ટ વેસ્ટર્ન રેલવે જયદીપભાઈ સોની ,વિંઝોલના સરપંચ ઉદયસિંહ પરમાર, વિંઝોલ પ્રા. શાળાના આચાર્ય બિપીનકુમાર પરમાર તેમજ આંગણવાડી કાર્યકર બહેનો તથા ગ્રામજનોની ઉપસ્થિતીમાં વિંઝોલ ગામે યોજ્યો હતો. વધુમાં કુલપતિઅે જણાવ્યુ હતુ કે બાળકો સુપોષિત ન થાય ત્યાં સુધી પોષણયુક્ત આહારની કીટ યુનિવર્સિટી તરફથી આપશે.

અન્ય સમાચારો પણ છે...