આયોજન:ગોધરામાં નેશનલ લોક અદાલતમાં લેબર કોર્ટના 117 કેસોનું સમાધાન

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિવિધ કેસોમા કુલ રૂા.3,50,000 કામદારોને ચૂકવાયા

કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદ તથા ઔદ્યોગિક ન્યાયપંચ અમદાવાદના માર્ગદર્શન હેઠળ ગોધરા લેબર કોર્ટના ન્યાયાધીશ ડી. જે. વ્યાસ તથા પંચમહાલ જિલ્લા લેબર લોઝ પ્રેક્ટિશનર એસોસિએશનના ઉપક્રમે તારીખ 11 સપ્ટે.ના રોજ નેશનલ લોક અદાલતનું આયોજન કરાતા પંચમહાલ જિલ્લા લેબર લોઝ પ્રેક્ટિશનર એસોસિએશનના પ્રમુખ અંબાલાલ. એસ. ભોઈએ જણાવ્યું હતું કે નેશનલ લોક અદાલતમાં બેચ અને બાર દ્વારા કામદાર વળતર ધારા અધિનિયમ, મજૂર કાયદાના ભંગ, ક્રિમિનલ સહિતના કેસો તેમજ નોકરીમાં પુનઃ સ્થાપિત થવાના કેસો મળી કુલ 117 જેટલા કેસો મુકાયા હતા.

જેમાં 4 કામદારોને નોકરીમાં પુનઃસ્થાપિત કરી તથા કામદાર વળતર ધારા હેઠળ અકસ્માત કેસ, મજૂર કાયદાના ભંગ બદલ ક્રિમિનલ કેસોમાં દંડની રકમ વસૂલ કરાઇ છે. જેમા કુલ રૂ.3,50,000 જેટલી રકમ ચુકવવામાં આવ્યા છે. લેબર કોર્ટની નેશનલ લોક અદાલતને સફળ બનાવવામાં કામદાર સંગઠનના પ્રતિનિધિઓ, વકીલો, માલીક પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...