ACBની કાર્યવાહી:ગોધરા સબજેલનો સિપાઇ રૂ. 400ની લાંચ લેતાં ઝડપાયો

ગોધરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
એસીબી પોલીસે સિપાઇને ઝડપ્યો. - Divya Bhaskar
એસીબી પોલીસે સિપાઇને ઝડપ્યો.
  • અારોપીના જામીન મંજૂર થતાં છોડાવવા લાંચ માંગી હતી

ગોધરા સબજેલમાં જામીન મંજુર થયેલા અારોપીને છોડાવવા પૈસાની માંગણી કરવામાં અાવે તેવી બાતમી અેસીબી પોલીસને મળી હતી. જેને લઇને અેસીબી પોલીસે જાળ ગોઠવ્યું હતું.

તે દરમ્યાન જાંબુઘોડાના છેડતીના અારોપીને હાલોલ સેશન કોર્ટમાં જામીન અાપ્યા હતા. અારોપીને ગોધરાની સબજેલમાં રાખવામાં અાવ્યો હતો. છેડતીના અારોપીના સંગાસંબધીઅો સબજેલમાં જામીનના અોર્ડર લઇને જતાં ગોધરા સબજેલના સિપાઇ હીતેશ રબારીઅે અારોપીને છોડાવા અારોપીના સંગાઅો પાસે રૂા.500 ની લાંચ માંગી હતી.

જામીન મુક્ત થવા માટે અારોપીના સંગાઅે સબજેલના સિપાઇ હિતેશ રબારીને લાંચના રૂપિયા 400 અાપતા હાજર ગોધરા અેસીબી પોલીસે રંગે હાથે પકડી પાડયો હતો. અેસબીસી પોલીસે લાંચીયા કર્મચારીને અેસીબી પોલીસ મથકે લઇને અાગળની કાયદેસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...