તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વળતર મેળવવા માહિતી:દિલ્હી-વડોદરા એક્સપ્રેસ વે માટે સંપાદિત જમીનનું વળતર મેળવવા માહિતી મોકલવી

ગોધરા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વળતર RTGSથી ખાતામાં જમા થશે

દિલ્હી-વડોદરા એક્સપ્રેસ વે નં. 148/એન ના સક્ષમ અધિકારી અને વધારાના ખાસ જમીન સંપાદન અધિકારીના જણાવ્યા અનુસાર પંચમહાલ જિલ્લામાં સંપાદન કરાયેલ જમીનના જમીનધારકો / હિત ધરાવતા ઈસમોને વળતર ચૂકવવા તથા સંપાદન હેઠળની જમીનનો કબજો સોંપવા બાબત જાહેર નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેમની જમીન આ હેતુ માટે સંપાદિત થઈ છે, તેવા સંબંધિત જમીનધારકો/હિત ધરાવનાર વ્યક્તિઓને વળતર મેળવી લેવા માટે જણાવવામાં આવ્યું છે. જમીનધારકોએ જરૂરી પુરાવા તથા બેન્ક ખાતાની વિગતો રજૂ કર્યા હશે તેઓને વળતરની રકમ તેઓના બેન્ક ખાતામાં RTGSથી જમા કરાવવામાં આવશે.

માટે જમીન ધારકોએ જરૂરી પુરાવા તથા બેન્ક ખાતાની વિગત રજૂ કરી ન હોય તેઓએ તે તાત્કાલિક રીતે 60 દિવસની અંદર જરૂરી આધાર-પુરાવા સક્ષમ અધિકારી અને વધારાના ખાસ જમીન સંપાદન અધિકારીની કચેરી, ગુરૂકૃપા કોમ્પલેક્ષ, એલઆઈસી રોડ, ત્રીજે માળ, પંચમહાલ, ગોધરા ખાતે રજૂ કરી તેઓનું વળતર મેળવી લેવામાં આવેલ નહીં હોય તો તેઓએ વળતર મેળવી લીધાનું માની લેવામાં આવશે.

નોટિસ પ્રસિદ્ધ થયા તારીખથી 60 દિવસની અંદર જમીનધારકો/હિત ધરાવનાર વ્યક્તિઓએ સંપાદિત થયેલ જમીનનો કબજો વધારાના ખાસ જમીન સંપાદન અધિકારીને સુપરત કરવાનો રહેશે તેમ કરવામાં કસૂર થયેથી જમીનનો કબજો પોલિસની મદદથી મેળવી લેવામાં આવશે તેની નોંધ લેવા આ યાદીમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...