આયોજન:ગોધરામાં સાયબર ક્રાઈમ અને ઇન્વેસ્ટિગેશન પર સેમિનાર યોજાયો

ગોધરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા પોલીસ અધિક્ષક અને જિલ્લા સરકારી વકીલ દ્વારા આયોજન
  • પોલીસ તપાસની​​​​​​​ ખામી તથા સજાનો રેશિયો વધે તે માટે ચર્ચા કરાઇ

ગાંધી જયંતિ નિમિતે સમગ્ર ગુજરાત રાજ્યમાં ગૃહ મંત્રાલય અને કાયદા મંત્રાલયના ઉપક્રમે અને ડાયરેક્ટર ઓફ પ્રોસીકયુશનના માગૅદશૅન મુજબ અને જીલ્લા પોલીસ વડા અને જીલ્લા સરકારી વકીલની કચેરી દ્વારા આયોજિત સાઈબર ક્રાઇમ અને ઈનવેસટીગેશન અને લીગલ સેમિનાર જીલ્લા તાલીમ કેન્દ્ર પોલીસ મુખ્ય મથક ગોધરા ખાતે પંચમહાલ જિલ્લાના પ્રિન્સિપાલ ડીસટીકટ જજ શ્રી જે.આર.શાહ સાહેબ, પંચમહાલ જિલ્લાના સંસદ સભ્ય રતનસિંહ જી રાઠોડ, પંચમહાલ જિલ્લાના કલેક્ટર સુજલ મયાત્રા, પંચમહાલ જિલ્લાના પોલીસ વડા ડો.લીના પાટીલ તથા પંચમહાલ જિલ્લાના એડીશનલ શેસન્સ જજ કે.જે.દરજી, પંચમહાલ જિલ્લાના જીલ્લા સરકારી વકીલ રાકેશ એસ ઠાકોરની ઉપસ્થિતિમાં યોજાયો હતો. કાયૅકમમા સૌ પ્રથમ ગાંધી જયંતિ નિમિતે ગાંધી જી ના ફોટા ને સુતર ની આંટી પહેરાવીને તથા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. સંસદે તેમના વ્યક્તવ્યમાં ન્યાયધીશને આજના યુગના ભગવાન ગણાવ્યા હતા અને તેમણે પંચમહાલ જિલ્લામાં ન્યાય પાલિકાની કામગીરી અને પોલીસ તપાસ ની કામગીરી થી સંતોષ વ્યક્ત કર્યો હતો.

ન્યાયધીશ જે‌.આર.શાહ દ્વારા આ પ્રકારના સેમિનાર યોજવા બદલ ડી.ઓ.પી કચેરીને અભિનંદન પાઠવ્યા હતા. અને આ પ્રકારના સેમિનાર અવારનવાર થવા જોઈએ તેમ જણાવ્યું હતું. એડીશનલ શેસન્સ જજ કે.જે.દરજી દ્વારા પોલીસ અને સરકારી વકીલોને કોર્ટમાં કરવાની કામગીરી સંદર્ભે માગૅદશૅન આપ્યું હતું. સેમિનાર અંતર્ગત હાલના સમયમાં ઈન્ટરનેટના બહોળા વપરાશમાં જે સાયબર ક્રાઈમ થાય છે. તેમજ પોલીસ તપાસમાં રહેલી ખામીઓ તથા સજાનો રેશિયો વધે તે માટે શું પ્રયત્ન કરવા જોઈએ તેની પણ ઉપસ્થિતો એ ચર્ચા કરી હતી. આ સેમિનારમાં પ્રિન્સિપાલ ડિસ્ટ્રીકટ જજ, પોલીસ અધિક્ષક સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. સેમિનારમાં જિલ્લા કક્ષાએ કન્વીકશન રેટ વધારવા બાબતે પણ ચર્ચા થઈ હતી. આ સેમિનારમાં પ્રિન્સિપાલ ડિસ્ટ્રીકટ જજ, પોલીસ અધિક્ષક સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...