તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કમાણીની તક:પંચમહાલની બે ગ્રામપંચાયતોમાં સેગ્રેગેશન શેડનું લોકાર્પણ કરાયું

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કચરામાંથી કમાણીની તકનું સર્જન કરતી પહેલ: વલય વૈદ્ય TDO, ગોધરા

પંચમહાલ જિલ્લામાં કાલોલ તાલુકાના અલવા અને ગોધરા તાલુકાના ટીમ્બા ગામ ખાતે સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) ફેઝ-૨ અંતર્ગત ઘન કચરા વ્યવસ્થાપન માટે સેગ્રેગેશન શેડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. પ્રાથમિક તબક્કે જિલ્લાનાં કુલ 126 ગામોમાં ઘન અને પ્રવાહી કચરા વ્યવસ્થાપનની કામગીરી હાથ ધરવાનું આયોજન છે, જેમાં શરૂઆતમાં દર મહિને જિલ્લાના 8-10 ગામોમાં આ પ્રકારના શેડ કાર્યરત કરવામાં આવશે.

ગોધરાના ટીમ્બા ખાતે તાલુકા વિકાસ અધિકારી વલય વૈધ અને જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ ગોપાલભાઈ પટેલ સહિતના મહાનુભાવોના હસ્તે તેમજ કાલોલના અલવા ખાતે તાલુકા પંચાયત પ્રમુખ જયદેવસિંહ ઠાકોર તેમજ ડીઆરડીએના જિલ્લા કો-ઓર્ડિનેટર કમલ આચાર્ય સહિતના મહાનુભાવો દ્વારા આ શેડનું લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે ગોધરા તા. વિકાસ અધિકારી વલય વૈદ્યે જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારોને દિન પ્રતિદિન વધતા જતા કચરાની સમસ્યાથી છૂટકારો અપાવતી તેમજ કચરામાંથી કમાણીની તકનું સર્જન કરતી આ પહેલ સ્વચ્છતા ક્ષેત્રે ગેમ ચેન્જર સાબિત થઈ રહેશે.

અન્ય સમાચારો પણ છે...