સત્તાનો દુરઉપયોગ:ગોધરાના કલ્યાણા ગ્રામ પંચાયતના સરપંચે ભ્રષ્ટાચાર કરતાં દૂર

ગોધરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિકાસના કામો કાગળ પર બતાવી લાખો રૂપિયા ઉપાડ્યાં
  • તલાટીએ પણ ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ

ગોધરાના કલ્યાણા ગામના સરપંચે વર્ષ 2018થી 2021 સુધીના ગામમાં કરેલા વિકાસના અમુક કામો કાગળ પર બતાવીને સત્તાનો દુરઉપયોગ કરીને સરકાર સાથે છેતરપિંડી કરી હોવાનું પુરવાર થતાં જિલ્લા વિકાસ અધીકારીએ કલ્યાણા ગામના સરપંચને સત્તા પરથી દૂર કરીને ઉપ સરપંચને સરપંચનો ચાર્જ સોપાયો છે.

કલ્યાણા ગ્રામ પંચાયતના સરપંચ વિક્રમસિંહ સાંમતસિંહ ચાેહાણે વર્ષ 2017થી 2021 સુધીમાં ગામના વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર આચર્યો હોવાની રજૂઆત જિલ્લા વિકાસ અધિકારીને ગ્રામજનોએ કરી હતી. જેની તપાસ ગોધરા તાલુકા વિસકા અધિકારીએ કરતાં ગામમાં નાળાના 50 હજારના કામના એક લાખ રૂપિયા બતાવીને ઉપાડી દીધા હતા. સરપંચે લાખો રૂપિયાના વિકાસના કામો સ્થળ ઉપર નહિ બનાવીને ખોટા દસ્તાવેજો બનાવીને વિકાસ ફક્ત કાગળ પર બતાવીને લાખો રૂપિયાની ગ્રાન્ટ ઉપાડીને સરકાર સાથે છેતરપિંડી કરી હોવાનું પુરવાર થયું હતુ. પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારીએ કલ્યાણા ગ્રામ પંચાયતના સરપંચ વિક્રમસિંહ સામંતસિહ ચૌહાણને સત્તાની ઉપરવટ જઇને કાર્યો અને ફરજોમા ગેરવર્તણૂક દાખવી હોવાથી કલ્યાણા ગ્રામ પંચાયતના સરપંચને હોદ્દા પર દૂર કરીને ડેપ્યુટી સરપંચને સરપંચનો ચાર્જ સોપવાનો હુકમ કરતા જિલ્લાના ભ્રષ્ટાચારી સરપંચોમાં ફફડાટ પેસી ગયો હતો. સાથે જે તે વખતના તલાટી પર ભ્રષ્ટાચારમાં સામેલ હોવાનું TDOની તપાસમાં ઉલ્લેખ હોવાથી તેની સામે પણ ખાતાકીય તપાસ થયાનું જાણવા મળી રહ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...