તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:શૌચાલય મુદ્દે ભૂખ હડતાળ કરનાર સંજય સોની પ્રમુખ બન્યા પણ શૌચાલય ન બન્યુ

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શૌચાલય ન બનતાં લોકો તળાવના કિનારે શૌચ કરવા મજબૂર
  • મંજૂરી મળતાં જ 10 દિવસમાં શૌચાલયનું કામ ચાલુ થશે

ગોધરા શહેરની મધ્યમાં રામસાગર તળાવ અાવેલ છે. અા તળાવમાં ગણપતીની મૂર્તિઅો, દશામાની મુર્તિઓ, તાજીયાનુ વિર્સજન કરવામા આવે છે. તળાવના કિનારે શાૈચાલયનું દુષીત પાણી તળાવમાં જતું હોવાની જે તે વખતના પાલીકા સતાધીશોઅે શાૈચાલય તોડી નાખવામાં અાવ્યું હતુ. અા શાૈચાલયનો ઉપયોગ સોનીવાડથી રણછોડજી મંદીર, સૈયદવાડા સહિત વિસ્તારના વેપારીઅો સહીત બહારથી ખરીદી કરવા અાવતાં લોકો કરતાં હતા.

પણ શાૈચાલય તોડી નાખતાં વોર્ડ 5 નાતે વખતે અપક્ષ સભ્ય સંજય સોનીઅે બાય ચઢાવીને પાલિકા સામે અાક્રમણ રજુઅાત કરીને શૌચાલય બહિ બને તો ભુખ હડતાળની ચીમકી અાપીને વડોદરા કમીશ્નર કચેરીમાં ગેરકાયદેસર રીતે શૌચાલય તોડી નાખવામાં અાવ્યું હોવાની ફરીયાદ કરી હતી. પાલીકાઅે હગાંમી ટોયલેટ મુકીને ફરજ પુરી કરતાં અપક્ષ સભ્ય સંજય સોની પાણીમાં બેસી ગયા હતા. હગાંમી ટોયલેટની પણ યોગ્ય સાફ સાફઇ ન થતાં લોકો બહાર શાૈચ કરવા મજબુર બનતા રામસાગરનું પાણી દુષિત કરી રહ્યા છે.

હવે અે જ અપક્ષ સભ્ય સંજય સોની ગોધરા નગર પાલિકાના પ્રમુખ બન્યાને 6 માસ થયા છતાં શૌચાલયના મુદ્દાને અભરાઇઅે ચઢાવી દીધો છે. અેક સમય શૌચાલય મુદ્દે અાક્રમક વલણ ધરાવતાં સંજય સોની સત્તા મળતા પાણીમાં બેસી ગયા. પાલીકા પ્રમુખને હોળી ચકલાના શૌચાલય યાદ કરાવતાં નગર પ્રમુખે શૌચાલય વડોદરા કમી.માં મંજુરી મળ્યા બાદ 10 દિવસમાં બનશે તેમ જણાવ્યું હતું.

શૌચાલય ન બનતાં બહાર ઉભા શૌચ કરતાં અાવતા જતાં રાહદારી અને મહિલા શરમમાં મુકાય છે. 6 માસથી સ્થાનીક સભ્ય નગર પ્રમુખ બન્યા છતાં શૌચાલય ન બનતા રોષ ફેલાયો છે. અેક સમયે શૌચાલય બનાવવાના અાક્રમક બનેલા પ્રમુખ સંજય સોની હવે 10 દિ’માં તળાવ પાસે શૌચાલયનુ કામ ચાલુ કરાવે છે કે નહી તે હવે દેખવાનું રહ્યુ.

તળાવનું પાણી દૂષિત થતાં દુભાતી ધાર્મિક લાગણી
રામસાગર તળાવની સામે રંગ અવધૂત મહારાજનું જન્મ સ્થળ આવેલું હોવા છતાં પાલિકાના સત્તાધીશોને કચરા કન્ટેનર મુકીને ગંદકી ફેલાવી રહ્યા છે. ધાર્મિક જન્મ સ્થાને બહારના શ્રદ્ધાળુ અાવતાં હોય ત્યારે શૌચાલય ન હોવાથી મંદીરની સામે પણ શૌચ કરતા લોકોને દેખતા ભાજપ શાસિક પાલીકા સમે રોષ ઠાલવે છે.અાગામી સમયમાં ગણેશ વિસર્જન તળાવમાં થતું હોવાની તળાવનુ દુષિત પાણીથી હિન્દુઅોની ધાર્મિક લાગણી દુભાશે જેથી વહેલીતકે શૌચાલય બને તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...