181 મહિલા હેલ્પલાઇન:અભયમની ટીમ દ્વારા 5 માસના બાળકનું માતા સાથે પુનર્મિલન

ગોધરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પ્રેમલગ્ન કરનાર પરિણીતાને બાળક સહિત કાઢી મૂકી હતી

કાલોલની એક યુવતીએ ગોધરા પાસેના એક ગામના યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતા. ચાર વર્ષના લગ્નજીવન બાદ તેમને ત્યાં બાળકનો જન્મ થયો હતો. જો કે સાસુએ પરિણીતા સાથે આડોડાઈ શરૂ કરી હતી. બાળકને સાચવવામાં કે ઘરકામમાં કોઈ મદદ ન મળતા બંને કામગીરી પરણિતાને માથે આવી હતી. જેના પરિણામે સમયસર જમવાનું અને ઘરકામ યોગ્ય રીતે ના થતા સાસુ અવારનવાર મહેણાં મારી તેને માનસિક રીતે હેરાન કરવાનું શરૂ કર્યું હતું.

આ ઉપરાંત અને તેમનો દીકરો આવે ત્યારે તેને ફરિયાદ કરતા કે તારી વહુનું હવે કામમાં ધ્યાન નથી. માતા દ્વારા રોજબરોજ આવી ફરિયાદ થતા પતિ પણ અવારનવાર પત્નીને માર મારતો હતો. આવી જ બાબતને લઈ ઝગડો થતા પતિ અને સાસુએ પરણિતાને ઘરમાંથી બાળક સહિત કાઢી મુકતા તેઓ પોતાના પિયર કાલોલમાં આવી રહેતા હતા.

અન્ય સમાચારો પણ છે...