ગોધરા પોલીસની કાર્યવાહી:નિવૃત્ત શિક્ષકના 27.76 લાખ ઠગનાર 2 નાઇઝિરિયન સહિત 3ની ધરપકડ

ગોધરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
આરોપીઓની તસવીર - Divya Bhaskar
આરોપીઓની તસવીર
  • સાયબર ક્રાઇમ પોલીસે યુપીના ગાઝિયાબાદથી ત્રણેને પકડયા, 5 દિવસના રિમાન્ડ
  • ડમી ફેસબુક આઇડી બનાવીને મિત્રતા કેળવીને કિંમતી ભેટ મોકલવાની લાલચ આપીને ગુનો કરતા હતા

ગોધરાના વિઠ્ઠલ મંદીરમાં રહેતા નિવૃત શિક્ષકને ફેસબુક પર ડમી અાઇડી મોકલીને શિક્ષક સાથે ચેટીંગ કરીને કિંમતી ભેટ મોકલવાની લાલચ અાપીને કુલ રૂ.27,76,501ની અોનલાઇન છેતરપીંડી કરનાર નાઇઝીરીય ગેંગના 3 સાગરીતોને ગોધરા સાયબર ક્રાઇમ પોલીસે દિલ્હીથી પકડી પાડયા હતા. પકડાયેલામાં નાઈજીરિયન/કોંગો(આફ્રિકન) દેશનું નાગરીત્વ ધરાવતા 2 અને દિલ્હીના 1ને પકડીને પોલીસે 11 મોબાઇલ, પાસબુક, અે.ટી.અેમ કાર્ડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે કોર્ટમાં રજુ કરીને 5 દિવસના રીમાન્ડ મેળવ્યા હતા.

ગોધરાના તળાવ પાસે આવેલા વિઠ્ઠલ મંદિર ખાતે રહેતાં નિવૃત શિક્ષક શ્રીપાદ મુરલી સરપોતદારને કોઇ અજાણ્યા ’Sofia cameron’ નામની ફેસબુક અાઇડીની રીકવેસ્ટ અાવતંા તેમને અેકસેપ્ટ કરી હતી. નિવૃત શિક્ષક સાથે ફેસબુક મેસેન્જરમાં ચેટીંગ કરીને મારે તમને ગીફટ મોકલવી છે. તેમ કહીને વોટ્સઅપ નંબર મેળવ્યો હતો. વોર્ટસઅપ પર વિદેશથી ગીફટની ખાનગી કુરીયર કંપનીની પાર્સલની રીસીપ્ટ મોકલી હતી. અને તેને છોડાવવા અનેકવાર ફોન કર્યા હતા.

ફોન પર પાર્સલ છોડવવા માટે કસ્ટમ ક્લિયરન્સ, મની લોન્ડરિંગમાંથી સર્ટિફિકેટ તેમજ તમારું જે ગિફ્ટ પાર્સલ છે. તેને મુકવા માટે બ્રિટિશ સિક્યુરિટીના માણસો મુકવા આવશે. વગેરેના બહાને ભેજબાજોએ પોતાના વિવિધ ખાતાઓમાં શિક્ષકના, પત્ની તથા છોકરા છોકરીના બેંક ખાતાઅોમાંથી રૂ.27,76,501 ઓનલાઈન ટ્રાન્સફર કરાવડાવી છેતરપીંડી તેમજ વિશ્વાસઘાત કર્યાની ફરીયાદ ગોધરા સાયબર ક્રાઇમ પોલીસ મથકે નોંધાવી હતી.

સાયબર ક્રાઇમ પીઅાઇ જે.અેન.પરમાર તથા તેમની ટીમે ગુનામાં ઉપયોગમાં લીધેલા મોબાઇલ નંબર અને બેંક અેકાઉન્ટની માહીતીના અાધારે તપાસ કરતાં ગેંગ દિલ્લી ખાતે હોવાનુ જાણવા મળતા સાયબર ક્રાઇમ પોલીસની ટીમ દિલ્લી જઇ યુ.પીના ગાજીયાબાદથી 3 અારોપીઅોને પકડી પાડયા હતા.​​​​​​​ પોલીસે કુલ 11 મોબાઈલ, 8 ચેક બુકો, પાસબુક, એ.ટી.એમ કાર્ડ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડયેલા અોનલાઇન ઠગમાં નાઈજીરિયન/કોંગો દેશનું નાગરિકત્વ ધરાવતા ડેવિડ એડન ફોરજીન્દર તથા સોબા ઓગસ્ટિંન બેસ્ટન તેમજ દિલ્હીનો નરેશ સુરેશકુમાર ચોપડાની ધરપકડ કરીને ગોધરા કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે 5 દિવસના રીમાન્ડ મંજુર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...