તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:ગોધરા પાવરહાઉસ વિસ્તારમાં ગટરની ચેમ્બરના તુટેલા ઢાંકણાનું સમારકામ કરવા રહીશોની માંગ

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રહીશો દ્વારા પાલિકામાં વારંવાર રજુઆત : તુટેલા ઢાંકણાથી અકસ્માતનો ભય

ગુજરાતમાં ભાજપાના સાસનના પાંચ વર્ષ પૂર્ણ થતા આપણી સરકારના સૌના સાથ થી સૌનો વિકાસ અને સરકારના સુશાસનની ગૌરવ ગાથા માટે રાજ્યમાં જિલ્લાઓ સહિત તાલુકાઓમાં વિવિધ કાર્યક્રમ યોજવામાં અાવ્યા હતા. ત્યારે ગોધરા નગરપાલિકા એ વિકાસ તો કર્યો પણ ખાલી આંખ સમક્ષ રૂપાળું ચિત્ર ઊભું કરી અને ઉપર છલ્લી કામ કરી ફોટા પડાવી અને સોશિયલ મીડિયામાં મુકી ખાલી વાહ વાહ ઉભી કરી રહ્યા છે. ગોધરાના પાવર હાઉસ વિસ્તારમાં આવેલ વાલ્મિકીવાસ ખાતે પણ વિકાસના કામ અંતર્ગત આજથી એક વર્ષ પહેલા આર.સી.સી રોડની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

પરંતુ સરકારી નિયમો મુજબ રોડ જે પ્રકારે તૈયાર કરવામાં આવે તેવી નહી પરંતુ કપચી, રેતી, અને સિમેન્ટ પાથરી તૈયાર કરી દેવામાં આવ્યો હતો. અને રોડની સાઇડમાં ભુગર્ભ ગટરની જે ચેમ્બર તૈયાર કરવામાં આવી છે. ત્યાં ઢાંકણ નવા મુકાવાને બદલે જુના ઢાંકણથી કામ ચલાવી લેવામાં આવ્યું હતું અને આ ઢાંકણ હાલ તૂટેલ હાલતમાં છે. જેને કારણે ગટરના પાણી બહાર રેલાતા ભરાતા પાણીને લઇને અને અસંખ્ય મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે.

અા અંગે સ્થાનિક રહીશો દ્વારા ગોધરા નગરપાલિકામાં ચુંટાયેલા સભ્યો અને પાલિકાના સત્તાધીશોને અવાર નવાર રજુઆતો કરવા છતાં આંખ આડા કાન કરી રહ્યા છે. અને પાવર હાઉસ વિસ્તારમાં આવેલા વાલ્મીકીવાસ, ઢોલીવાસ, તીરઘરવાસ, ડબગરવાસ, છકડાવાસ વગેરે વિસ્તારોમાં હાલ શરદી ખાસી તાવ જેવી બીમારીઓએ ભરડો લીધો છે. જેને લઇને નગરપાલિકા દ્વારા આર.સી.સી રોડના ચેમ્બરના તૂટેલા ઢાંકણનું સમારકામ કરવામા અાવે અને સફાઇ કરે તેવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...