તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેસ્ક્યુ:ગોધરા-વડોદરા રોડ પરથી 18 પાડાને કતલખાને જતાં બચાવ્યા

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટ્રક, મોબાઇલ સહિત 11.15 લાખના મુદ્દામાલ સાથે 2 ઝબ્બે
  • બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટરને ખાનગી રાહે બાતમી મળી

પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર એચ એન પટેલને ખાનગી રાહે બાતમી મળી હતી કે ગોધરા શહેરમાંથી એક ટ્રક મારફતે કેટલાક ગૌવંશ વડોદરા તરફ મોકલવામાં આવી રહ્યા છે. જેના આધારે શહેર બી ડિવિઝન પોલીસ દ્વારા કોઠી સ્ટીલ ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવવામાં આવી હતી. જે દરમિયાન ગત 5 તારીખે સવારના અરસામાં બાતમી મુજબની ટ્રક આવી હતી. જેને લઇને પોલીસે ટ્રકચાલકને ટ્રક ઊભી રાખવા માટે ઈશારો કર્યો હતો.

પરંતુ ટ્રકચાલકે ટ્રક ન ઊભી રાખતા પોલીસે ટ્રકનો પીછો કર્યો અને આડશો મૂકીને ટ્રકને રોકી હતી. ટ્રક ઊભી રહેતા ચાલક અને અન્ય એક વ્યક્તિ ઉતરીને ભાગવા માટે પ્રયત્ન કર્યો હતો પરંતુ પોલીસે બંને ઇસમોને દબોચી લીધા હતા. બીજી તરફ ટ્રકમાં બેટરી વડે તપાસ કરતા ખીચોખીચ હાલતમાં ભરેલ ભેંસ મળી આવી હતી. પોલીસ દ્વારા પકડાયેલા બંને ઈસમો સામે ભેંસ બાબતે આધાર પુરાવો અને પાસ પરમીટ માંગવામાં આવી હતી. પરંતુ તે મળી આવ્યું ન હતું અને સંતોષકારક જવાબ આપ્યો ન હતો. જેને લઇને પોલીસે નામઠામ પૂછતાં તેણે પોતાનું નામ ઇમરાન યુસુફ ભોચું જણાવ્યું હતું અને ટ્રક પોતાની માલિકીની હોવાનું જણાવ્યું હતું. જ્યારે ટ્રકમાં રહેલા અન્ય ઈસમે પોતાનું નામ અજયભાઈ લલ્લુભાઈ નાયક જણાવ્યું હતું. પોલીસ દ્વારા બંને ઇસમોની ભેંસો અંગે ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરવામાં આવતા ટ્રકચાલક ઇમરાન ભોચૂએ જણાવ્યું હતું કે આ ભેંસો ગોધરા શહેરમાં આવેલા મરિયમ મસ્જિદ પાછળ આવેલા કાલું પ્લોટ ખાતે આવેલા મારા કાકા ઈકબાલ મોહમ્મદ ભોચુના તબેલામાંથી મારા કાકા અને શહેરાના ઇસ્લામે ભરાવી હતી અને આ ભેંસો સુરત ખાતે આવેલ ઇસ્માઇલનગર કમેલાની બાજુમાં આવેલા રેલવે ગરનાળાની બાજુમાં આવેલા બકરામંડીએ કતલ માટે આપવા જતા હોવાનું જણાવ્યું હતું. પોલીસે ટ્રકમાં રહેલ ભેંસોની ગણતરી કરતા 2.25 લાખની કિંમતની 9 ભેંસ, 50 હજારની કિંમતના 5 પાડા અને 40 હજારની કિંમતની 4 નાની પાડીઓ મળીને કુલ રૂપિયા 3.15 લાખની કિંમતની 18 ભેંસો મળી આવી હતી, પોલીસે રૂપિયા 7500ની કિંમતના બે મોબાઇલ ફોન અને 8 લાખની કિંમતની ટ્રક સહિત કુલ રૂ 11.15 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ભેંસોને પરવડી પાંજરાપોળ મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા ટ્રકમાલિક ઇમરાન યુસુફ ભોચુ, અજય લલ્લુભાઈ નાયક અને ભેંસો ભરાવનાર ઈકબાલ મોહમ્મદ ભોચૂ અને ઇસ્લામ નામના 4 ઇસમો સામે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસમથકે પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...