રજૂઆત:વેજલપુરમાં મનરેગાના કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે રજૂઆત

ગોધરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મનરેગા હેઠળ ચાલતા કામમાં ભ્રષ્ટાચારને અટકાવવા માગ
  • મુખ્યમંત્રી સહિત કલેક્ટર, DDO, TDO સહીતને રજૂઆત

કાલોલ તાલુકાના વેજલપુ૨ ગ્રામ પંચાયતમાં મનરેગા યોજના હેઠળ ચાલતા કામોમાં ભ્રષ્ટાચારના અાક્ષેપ સાથે મુખ્યમંત્રીને રજુઅાત કરી કામોને અટકાવવા માંગ કરી હતી. જેમા જણાવ્યુ હતુ કે વેજલપુર પંચાયતમાં કેટલાય લોકોઅે મનરેગા યોજનાના જોબકાર્ડ મેળવેલા છે. પરંતુ તેમાથી કેટલાક જોબકાર્ડ ધારકો અાજ દિન સુધી કોઈપણ જગ્યાએ મનરેગા યોજના હેઠળ કામ કરેલ નથી.

તેમ છતાં તેમના નામે જયા જયા પણ મનરેગા યોજના હેઠળ કામો જેવાકે ચેકડેમ, પેવ૨ બ્લોક, જમીન સમતલના કામો, તળાવ ખોદકામના કામો વિગેરે કામો ક૨વામાં આવે છે. ત્યાં ત્યાં અાવા જોબકાર્ડ ધા૨કોનો સમાવેશ કરી તેમના ખાતામાં રૂપિયા જમાં કરાવીને મોટા પાયે વર્ષોથી સતત ભ્રષ્ટાચાર આચરવામાં અાવ્યો છે. જેને કારણે જયા જયા પણ અાવા કામો થયેલા છે ત્યા અધિકારઅો દ્વારા તપાસ કરે તો ભ્રષ્ટાચાર થયેલો જોવા મળશે. અાવા કસુ૨વા૨ો સામે પગલા ભરી કાર્યવાહી કરે તેવી માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...