તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:ગોધરા પાલિકામાં બાકીના 36 સફાઇ કર્મીની ભરતી કરવા અંગે રજૂઆત

ગોધરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • PF જમા કરવા મામલે પ્રાદેશિક કચેરી ખાતે અરજી કરી

ગોધરાના સામાજીક કાર્યકર ચાૈહાણ કમલેશભાઇઅે લેખિતમાં રજુઅાત કરી કે પાલિકા ખાતે સફાઈ કર્મીઓની ભરતી અંગેની જાહેરાત આપી હતી. જેમાં 70 સફાઈ કામદારોને ઓર્ડર આપ્યો છે. જ્યારે બાકીના 36 કામદારોની ભરતી બાકી છે. પીએફના નાણાં જમા કરાવ્યા નથી. 2015થી 2021ના વર્ષની નાણાંની ઉચાપત કરાયાના આક્ષેપ પણ રજુઆતમાં કર્યો છે. આ ઉપરાંત તાત્કાલિક અસરથી 36 કામદારોની ભરતી કરો અને તેઓને ન્યાય મળી રહે તેવી વ્યવસ્થા કરવા જણાવ્યું છે.

ત્યારે સફાઈ કામદારોને પી.એફ.ના નાણાં એક કર્મચારી લેખે રૂ. 700ના દરે દર માસે કપાતા હતા. જે નાણાં આજ દિન સુધી કોઈ પણ ઓફિસમાં જમા થયા નથી. અને સફાઈ કામદારોને ખોટી રીતે નાણાં વગર સહન કરવાનો વારો આવ્યો છે. હાલ કામદારોની ઉમર થઈ રહી છે માટે તેઓની ભરતી કરે અને પીએફના નાણાં તેમના ખાતામાં જમા કરાવે. જો અમારી રજુઆત સંદર્ભે યોગ્ય કાર્યવાહી નહીં કરે તો પાલિકા સામે ન્યાયાલયનો આશરો લઈ ને તેની સામે નગરપાલિકાના ખર્ચે અને જોખમે ફોજદારી ગુન્હો દાખલ કરાવવાની ચીમકી પણ ઉચ્ચારાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...